છેતરપિંડી:ઓનલાઈન પૈસા કમાવવાની લાલચ આપી 1 લાખની ઠગાઈ, ઓનલાઈન ટાસ્ક કરાવી પૈસા ન આપ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિશ્વાસ જીતવા પહેલાં કમિશન આપ્યું હતું

ઓન લાઈન પૈસા કમાવાની લાલચ આપીને યુવતીએ એક વ્યકિત પાસેથી રૂ.1.36 લાખ પડાવી લીધા હતા. કંપનીની પ્રોડકટના ટાસ્ક પૂરા કરવાથી કમિશન મળશે તેવું કહીને યુવતીએ વ્યકિત પાસે ઓન લાઈન ટાસ્ક કરાવડાવ્યા હતા. જેનું કમિશન પણ તાત્કાલિક ચૂકવી દીધું હતુ. જો કે આઠ નંબરનો ટાસ્ક પૂરો નહીં કરતા યુવતીએ એકાઉન્ટ ફ્રીઝ થઇ ગયું હોવાનું કહીને પૈસા પાછા આપ્યા ન હતા.

વસ્ત્રાપુર સ્ટેશન રોડ ઉપર આવેલી આતેષ સોસાયટીમાં રહેતા મનીષભાઈ જાળગાંવકર આશ્રમ રોડ પરની ખાનગી કંપનીમાં રિકવરી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. 2012માં એંલેજિયા નામની યુવતીએ મનીષભાઈને ફોન કરીને પોતે એમેઝોન ઈન્ડિયામાંથી બોલતી હોવાનું કહી ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવાય તે શીખવા માગતા હોવ તો એકાઉન્ટની વિગતો આપો.

એંલેજિયાએ મનીષભાઈને જણાવ્યું હતંુ કે તમે અમારી કંપનીની પ્રોડકટના ટાસ્ક પૂરા કરશો તો તમને અમારી કંપની તરફથી અમુક ટકા કમિશન આપવામાં આવશે. જેના માટે તમારે અમારી કંપનીની સાઈટ ઉપર જઈને મુકેલી પ્રોડકટની કિંમત જેટલા પૈસા ઓન લાઈન અમારા ખાતામાં જમા કરાવવા પડશે. એંલેજિયાએ મનીષભાઈને એક લિંક મોકલી હતી. તેમાં મુકેલી પ્રોડકટની દર્શાવેલી કિંમત પ્રમાણે મનીષભાઈએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યુ પણ અંતે તેમની સાથે ઠગાઈ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...