ઠગાઈ કરનાર બે આરોપી ઝડપાયા:અમદાવાદમાં નકલી સહીથી લોન મેળવી કરોડોની છેતરપિંડી, ગુજરાત મર્કેન્ટાઈલ કો.ઓ. બેંકના મેનેજર ફરાર

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બેંકમાં સીસી લોન કરવાના બહાને અરજદારોનો વિશ્વાસ જીતી અરજદારોના નામે લાખો રૂપિયાની લોન મેળવી કરોડો રૂપિયાનો બોજો નાખનાર ઠગની ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. જોકે મુખ્ય આરોપી એવા બેન્ક મેનેજર હજુ ફરાર છે. જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન મેળવી ફરાર
આર્થિક ગુના નિવારણ શાખાએ તેજસ પટેલ અને હિરેન નિમાવતની ધરપકડ કરી છે. બંને આરોપીએ વેપારીને બેંકમાં પાંચ લાખની સીસી લોન પાસ કરાવવાની મદદ કરવાના બહાને છેતરપીંડી કરી છે.આરોપીઓએ ઘોડાસર ખાતે આવેલી ગુજરાત મર્કન્ટાઈલ કો ઑપ બેંકના મેનેજર અને આ કેસના ફરાર આરોપી પૂર્વેશ પરીખ સાથે મળી આ છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ફરિયાદી વેપારી અને તેમના ભાભીના નામે બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન મેળવી ફરાર થઇ ગયા હતા.

બે અલગ અલગ લોન પાસ કરાવી ઠગાઈ કરી
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા એજન્ટ હર્ષદ પટેલે ફરિયાદીની કંપનીના નામે લોન અપાવવાની લાલચે પૂર્વેશ પરીખ સાથે મુલાકાત કરાવી હતી.જે પૂર્વેશ અરજદાર અને તેમની ભાભીના ડોક્યુમેન્ટ મેળવી સીસી લોન અપાવવાના બહાને 45- 45 લાખની બે અલગ અલગ લોન પાસ કરાવી ઠગાઈ કરી હતી..પરંતુ ફરિયાદી ને બેંકની નોટિસ મળતા આખો મામલો સામે આવ્યો.જે બાદ તપાસ કરતા કુલ 1.32 કરોડનો બોજો ફરિયાદીના માથે હોવાનું સામે આવતા ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પાંચથી છ લોકો આજ રીતે ભોગ બન્યા
આ ગુનામાં મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચે તે પહેલા જ તે ફરાર થઇ ગયો છે.જોકે અરજદાર ની પૂછપરછ અને પોલીસ તપાસમાં અન્ય પાંચથી છ લોકો આજ રીતે ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.જેથી પોલીસે તેમની પૂછપરછ અને નિવેદનના આધારે વધુ ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે.ત્યારે તપાસમાં શુ નવા ખુલાસા થાય છે અને વધુ આરોપીઓની ધરપકડ બાદ છેતરપીંડી ની રકમ અને ભોગ બનનાર નો આંકડો કેટલે પહોંચે છે તે મહત્વનું છે.

અન્ય સમાચારો પણ છે...