છેતરપિંડી:અમદાવાદમાં પાઇલટ હોવાનું કહી મહિલા સાથે 65 હજારની છેતરપિંડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવી હતી

ખોખરામાં રહેતી પરિણીતાને સોશિયલ મીડિયા પર બોગસ આઈડીથી મેસેજ મોકલી, પ્રેમજાળમાં ફસાવીને પોતે બ્રિટિશ એરવેઝમાં પાઈલટ હોવાનું કહીને અજાણ્યા પુરુષે કુરિયરમાં સોના-ચાંદી-ડાયમંડ સેટ અને આઈફોન મોકલવાનું કહીને રુ.65 હજારની છેતરપિંડી કરી હતી.

ખોખરામાં રહેતી અને નવરંગપુરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતી 32 વર્ષીય પરિણીત મહિલાને સોશિયલ મીડિયા પર એન્થોની લેવિસ નામની વ્યકિતએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, જેનો સ્વીકાર કરતા મહિલા અને એન્થોની વચ્ચે ચાલતા વાતચીતના દોર દરમિયાન મહિલાને પ્રેમજાળમાં ફસાવવા માટે એન્થોનીએ પોતે બ્રિટિશ એરવેઝમાં પાયલોટ હોવાનું કહ્યું હતું.

દરમિયાન એન્થોનીએ મહિલાને કહ્યું કે, હું તારા માટે શોપિંગ કરવા જાઉં છું, જેમાં સોના-ચાંદી-ડાયમંડના સેટ તથા આઈફોનનું કુરિયર તને મોકલું છું, જે ભારત આવે ત્યારે તારે રિસીવ કરી ચાર્જ પેટે રુ. 65 હજાર ચૂકવવાના રહેશે, તેમજ 60 હજાર પાઉન્ડ મોકલી આપું છું. મહિલા પર આવેલા એક ફોનમાં મોકલેલી વિદેશી કરન્સી ગેરકાયદે હોઈ તેના ચાર્જ પેટે રૂ.2.95 લાખ ચૂકવવા પડશે. મહિલાને છેતરપિંડી થયાનું ભાન થતા તેણે બીજી રકમ ચૂકવી નહોતી અને આ અંગે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...