વેપારી સાથે ઠગાઈ:હોમ લોન કરાવી આપવાનું કહી વેપારી સાથે 46 લાખની છેતરપિંડી, ગઠિયાએ બીજા કોઈકનું મકાન બતાવી પૈસા પડાવી લીધા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેપારી ઈન્વેસ્ટ કરવા મકાનની શોધખોળ કરી રહ્યા હતા​​​​​​​

કુરિયર એજન્સી ધરાવનાર વેપારીને પોતાના નામે ં મકાન આપવાની લાલચ આપી લોન કરાવીને લોનના તથા દસ્તાવેજના કુલ 46 લાખ પડાવી મકાન ન આપી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હતો. વેપારીએ તપાસ કરતા તે મકાન કોઈ બીજાના નામે જ હોવાનંુ સામે આવ્યુ હતુ. આ મામલે વેપારીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મણિનગરમાં રહેતા અને ઘોડાસરમાં કુરિયરની એજન્સી ધરાવી વેપાર કરતા રણજિતસિંહને પૈસાનું ઈન્વેસ્ટ કરવું હોવાથી મકાન લેવું હતું. જેથી તેમનો સંપર્ક દેવભાઈ સાથે થયો હતો. આ દેવભાઈએ તેમના મિત્ર યજ્ઞેશ શાહ સાથે સંપર્ક કરાવ્યો હતો. યજ્ઞેશે તેનંુ જયમાલા ખાતે આવેલું મકાન વેચવાનું હોવાનંુ જણાવ્યું હતુ. જેથી રણજિતસિંહ તે મકાન જોવા ગયા હતા અને મકાન પસંદ આવી ગયું હતંુ. મકાનની કિંમત 20-20 લાખ રૂપિયા નક્કી કરી હતી. સાથે જ દસ્તાવેજનો ખર્ચ પણ રણજિતસિંહને આપવાનો નક્કી કર્યો હતો.

રણજિતસિંહને લોન કરાવવી હોવાથી તેમને યજ્ઞેશે કહ્યું કે મારા એક મિત્ર પાસેથી તમારી લોન તથા મકાન ઉપર ફર્નિચરની લોન પણ કરાવી આપીશ તેવો વિશ્વાસ આપ્યો હતો. બાદમાં ત્રણ દિવસ પછી યજ્ઞેશે રણજિતસિંહને ફોન કર્યો હતો કે, તમારી ઓફિસે લોન વાળા આવશે અને તમારી લોન કરાવી આપશે જેથી કાગળિયા લઈને જજો. થોડા દિવસ બાદ રણજીતભાઈના નામે બે મકાનની હોમ લોન કરાવી લીધી હતી.

થોડા દિવસ પછી જાણવા મળ્યું હતુ કે, એક પણ મકાન યજ્ઞેશભાઈના નામે ન હતું. તેઓએ તેમના નામે મકાન હોવાનુ કહીને લોનના તથા દસ્તાવેજના કુલ રૂ.46 લાખ મેળવી મકાનનો કબજો ન આપીને ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે રણજિતસિંહે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...