તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાર યાદીમાં ગોલમાલ:નવાવાડજ અને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડની મતદાર યાદીમાં ગોટાળા, 1000 મકાનોના હજારો મતદારોનો બંને વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગણેશ કોલેજ પાસે આવેલી ચંદ્રભાગા હાઉસિંગના મકાનો નવાવાડજ વોર્ડમાં સમાવેશ થાય છે છતાં બંનેમાં દર્શાવતા વિવાદ

રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાવવાની છે. ત્યારે અમદાવાદમાં મતદારયાદીમાં મોટા ગોટાળા સામે આવ્યા છે. નવાવાડજ વિસ્તારમાં ગણેશ વિદ્યાલય પાસે આવેલા ચંદ્રભાગા હાઉસિંગના 1000 જેટલા મકાનોના હજારો મતદારોને બે વોર્ડમાં દર્શાવવામાં આવ્યા છે. ચંદ્રભાગા હાઉસિંગના મકાનો વોર્ડ નંબર 10- સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડની અને વોર્ડ નંબર 6- નવાવાડજની મતદારયાદીમાં દર્શાવવામાં આવ્યા છે જેને લઈ મતદારો ક્યાં મતદાન કરે અને ક્યાં વોર્ડમાં તેઓ આવે છે તેવા અનેક સવાલો ઉભા થયા છે. હજારો મતદારોના નામ બે વોર્ડની યાદીમાં આવતાં બોગસ મતદાન મતદાન થાય તેવી શકયતા છે. બહુજન સમાજ પાર્ટી દ્વારા આ મામલે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.

આ મામલે બહુજન સમાજ પાર્ટીના નારણપુરા વિધાનસભાના પ્રમુખ જયેશ રાવતે જણાવ્યું હતું કે, ગણેશ વિદ્યાલય પાસેના ચંદ્રભાગા હાઉસિંગના 1000 મકાનો બે વોર્ડની મતદારયાદીમાં બતાવવામાં આવ્યા છે. જેને લઈ અમે ચૂંટણી અધિકારીને રજુઆત કરી છે. જ્યારે ચૂંટણી અધિકારી કે.એન.કાંચાનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.

ચૂંટણી પહેલા મતદાર યાદીમાં મોટા ગોટાળા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા મતદાર યાદીમાં મોટા ગોટાળા સામે આવ્યા છે. નવાવાડજના ગણેશ વિદ્યાલય પાસે આવેલા ચંદ્રભાગા હાઉસિંગના 1000 જેટલા મકાનો વોર્ડ નંબર 10- સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડની અને વોર્ડ નંબર 6-નવાવાડજની મતદારયાદીમાં સમાવવા આવ્યા છે. વોર્ડ નંબર 6 નવાવાડજ વોર્ડની મતદારયાદી ભાગ નંબર 1/96થી 24/96માં વોલ્યુમ નંબર 1/4માં 18/96, 19/96, 20/96 અને 21/96 વિભાગમાં ચંદ્રભાગા હાઉસિંગના મકાન નંબર 1થી 839 સુધીના બતાવ્યા છે અને મતદાર ક્રમાંક નંબર પણ દર્શાવવામાં આવ્યા છે.

ચંદ્રભાગા હાઉસિંગના મકાન નંબર 1થી 839 સુધીના
જ્યારે વોર્ડ નંબર 10- સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડની મતદારયાદી ભાગ નંબર 1/89થી 22/89માં વોલ્યુમ નંબર 1/4માં 45/76, 45/77, 45/79, 45/81 વિભાગ નંબરમાં પણ ચંદ્રભાગા હાઉસિંગના મકાન નંબર 1થી 839 સુધીના બતાવ્યા છે અને મતદાર ક્રમાંક નંબર પણ દર્શાવવામાં આવ્યા છે. જેથી મતદારો હવે મૂંઝાયા છે કે મતદારયાદીમાં બંને વોર્ડમાં મકાનો હોવાથી શું બને વોર્ડમાં મતદાન કરવા જવું પડશે ? બહુજન સમાજ પાર્ટીના પ્રમુખે તેમના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો