તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:મણિનગરમાં લક્ઝુરિયસ કાર વેચવાનું કહી છેતરપિંડી, બે વર્ષથી કાર કબજે રાખી આપેલા ચેક બાઉન્સ થયા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કાર વેચવા લઈ જનારા બે સામે ફરિયાદ

મણીનગરમાં બીએમડબ્લ્યુ કાર વેચી આપવાનું કહી લઈ ગયા બાદ કાર વેચાણના પૈસા ન આપીને બે વ્યકિતઓએ યુવક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મણિનગરમાં રહેતા ધર્મેશ ઉદ્ધવજિત પાંડે લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. એપ્રિલ 2019માં ધર્મેશભાઈએ તેની પત્ની ખુશ્બૂના નામે બીએમડબ્લ્યુ ગાડી લીધી હતી. ગાડી 8 લાખમાં તેમના મિત્ર અભિષેક નવરત્ન જૈનને આપવાની વાત થઇ હતી. જેથી એપ્રિલ 2019મા અભિષેક ગાડી એક બે વ્યક્તિઓને બતાવવા માટે લઇ ગયો હતો. પરંતુ પૈસા આપ્યા ન હતા. ઓક્ટોબર 2019માં પૈસાની જરૂર હોવાથી આપેલ ગાડીના પૈસા માટે અભિષેકને ફોન કરતા તેણે જણાવ્યું હતું કે, ગાડી મે મારા ઓળખીતા લલિત હરકતચંદ ગાંધીને વેચવા માટે બતાવી છે અને તેઓએ ગાડીનો નાનો મોટો ખર્ચ બાદ કરી 6.50 લાખમાં વેચાણ લેવાની વાત કરી છે. 6.50 લાખ લલિતભાઇ એક અઠવાડિયામાં આપી દેશે તેમ જણાવ્યું હતું.

બેથી ત્રણ મહિના બાદ અભિષેકે લલીત ગાંધીનો પાંચ લાખનો ચેક આપ્યો હતો. જો કે, લલીતના ખાતાંમાં પૈસા ન હોવાથી તે ચેક ભર્યો ન હતો. પછી પણ અભિષેક પાસે ધર્મેશે ઉઘરાણી ચાલુ રાખતા તેણે 3 લાખનો બીજો ચેક આપ્યો હતો. તે ચેક ભરતા તે બાઉન્સ ગયો હતો. જેથી અભિષેકને ફોન કરી નિકળતા પૈસા માગ્યા હતા. પરંતુ અભિષેક અને લલીતે ગલ્લાં તલ્લાં કર્યા હતા. જેથી ધર્મેશે અભિષેક અને લલીત સામે ફરિયાદ નોંધાવતા મણિનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...