હાઈકોર્ટનો આદેશ:પુત્રના કેસમાં પિતાને ઉઠાવી માર મારનાર પાંચ પોલીસ સામે ચાર્જ ફ્રેમ કરો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

24 વર્ષના યુવાન સામેના ગુનામાં રાજકોટના 5 પોલીસ અધિકારીઓ તેના ઘરે જઈને તેના પિતાને ઉપાડી લાવતા અને બેરહેમીથી માર માર્યો હતો. આ કેસમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે પોલીસ અધિકારીઓ સામે ચાર્જફ્રેમ કરીને પ્રત્યેકને અલગથી દંડ ભરવાનું વલણ અપનાવ્યું હતું, જેની સામે પોલીસ અધિકારીઓએ જવાબ રજૂ કરવા સમય માગતાં વધુ સુનાવણી એક સપ્તાહ બાદ મુકરર કરી છે.

રાજકોટના બહુચર્ચિત કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં પીડિત યુવક અજય બોરીચા તરફથી એડવોકેટ જય પ્રકાશ ઉમોટે એવી રજૂઆત કરી હતી કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આરોપીને પકડવા તેના સ્વજનોની ધરપકડ કરી શકાય નહિ. પોલીસ અધિકારીઓ સમક્ષ બીજા દિવસે દીકરો હાજર થતાં પોલીસ અધિકારીઓએ તેને દારૂ પીવડાવ્યો અને જાહેરમાં સરઘસ કાઢી પ્રાણી જેવું વર્તન કર્યા બાદ તેને 4 દિવસ સુધી લોકઅપમાં પૂરી લાકડીઓથી માર માર્યો હતો.

‘પોલીસે દારૂ પીવડાવી દારૂનો ટેસ્ટ કરાવ્યો’
અરજદારની રજૂઆત મુજબ, 5 પોલીસકર્મીએ તેને પરાણે દારૂ પીવડાવ્યો અને સિવિલ હોસ્પિટલ લઈ જઈને આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યો હતો. દારૂના ખોટા કેસમાં તેને ફસાવી દેવા બીજા દિવસે તેને કોર્ટમાં રજૂ કરવાનો બદલે 4 દિવસ લોકઅપમાં રાખીને ટોર્ચર કર્યો હતો. આ કેસમાં પોલીસ કર્મચારીઓ સામે કન્ટેમ્પ્ટ કરવા રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...