ખુલાસો:14 વર્ષ પહેલાં પતિ મૃત્યુ પામ્યા, બે દીકરા જૈન મુનિ બની ગયા, 50 વર્ષની માતાએ દેહવેપાર શરૂ કર્યો, પોલીસના સ્વાંગમાં તોડ કરવા આવેલી ચાર યુવતી ઝડપાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પતિના મૃત્યુ બાદ દેહવ્યાપાર કરનારી 50 વર્ષની મહિલાના બંને પુત્ર દીક્ષા લઈને મુની બની ગયા છે
  • પોલીસે ચાર યુવતીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષો પહેલાં દેહવ્યાપારનો વ્યવસાય કરતી મહિલાને ચાર યુવતીઓએ નકલી પોલીસ બનીને ધાકધમકી આપી હતી અને 30 હજાર રૂપિયાની માંગ કરતી હતી. ત્યારે મહિલાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં ભારે હોબાળો થયો હતો. ધમકી આપનાર યુવતીના મોઢેથી દુપટ્ટો હટાવતાં તે અગાઉ ખાડિયામાં આ મહિલાને ત્યાં દેહવ્યાપાર માટે આવતી હોવાની ઓળખ થઈ હતી. બાદમાં પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ખાડિયા પીઆઇ પી.ડી સોલંકીએ જણાવ્યું હતું કે ચારેય યુવતીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામા આવી છે અન્ય જગ્યાએ આવી રીતે ગુનો કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

બંને દીકરાએ દીક્ષા લઈ લીધી
મારું નામ મોના(50) છે. હું ખાડિયામાં પતિ, પુત્રી અને બે જોડિયા પુત્રો અને નણંદ સાથે રહેતી હતી. મારા પતિનું 14 વર્ષ પહેલા બીમારીથી અવસાન થયંુ હતું. બે જોડિયા દીકરાએ 45 દિવસ માટે ઉધ્ધાન તપ કર્યુ અને એ હદે ધાર્મિક થઇ ગયા કે એકે 8 વર્ષે અને બીજાએ 12 વર્ષની વયે દીક્ષા લઈ લીધી હતી. હાલમાં બંને સુરતના એક આશ્રમમાં જૈન મુનિ તરીકે રહે છે. દીકરીને પરણાવી દીધી છે.

ઉશ્કેરાઈને ધાકધમકી આપી ગાળો બોલી
નણંદ પણ થોડા અસ્થિર મગજના હોવાથી કમાનાર કોઇ નથી. ગુજરાન ચલાવવા મેં મારા ઘરમાં જ દેહવિક્રય શરૂ કર્યો હતો. જ્યાં ઘણી છોકરીઓ આવતી હતી. 5 વર્ષ પહેલા પાયલ(28)(નામ બદલેલ છે) પણ દેહવિક્રય માટે આવતી હતી. છેલ્લા ઘણા સમયથી મેં આ કામ બંધ કરી દીધું છે અને હવે છૂટક મજૂરી કરું છું. 8 નવેમ્બરે રાત્રે 8.45એ પાયલ અને બીજી 3 છોકરી મારા ઘરે આવ્યા હતા. જેમના નામ - ઠામ મને ખબર નથી. તમામે મોંઢા પર દુપટ્ટો અને માસ્ક પહેર્યા હતા. પાયલે મને કહ્યું, અમે પોલીસ છીએ અમારી પાસે તારી વિરુદ્ધ અરજી છે. પણ મેં કહ્યું, છેલ્લા ઘણા સમયથી મેં આ ધંધો બંધ કર્યો છે. પરંતુ ચારેય છોકરીઓ ઉશ્કેરાઇ ગઈ અને મને ગાળો આપી સમાધાન માટે 30 હજાર માગ્યા હતા. ચારેયે મને પોલીસ સ્ટેશન લઈ મારવાની ધમકી પણ આપી હતી.

ચારમાંથી એકે દુપટ્ટો ખોલતા ઓળખાઈ ગઈ
મેં બૂમાબૂમ કરતાં મારા ઘરની સામે ચાની કીટલીવાળા ધવલભાઇ અને તેમના પત્ની અને અન્ય લોકો ભેગા થઇ ગયા હતા. છોકરીઓ નકલી પોલીસ હોવાની શંકા જતા મેં મારી દીકરીને ફોન કર્યો ત્યાં જ ચારમાંથી પાયલે દુપટ્ટો ખોલતાં હું તેને ઓળખી ગઈ હતી. મારી દીકરીએ ફોન કરતાં ખાડિયા પોલીસ આવી પહોંચી હતી અને નકલી પોલીસ બની તોડ કરવા આવેલી ચારેયને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ ચારેય પાયલ (28)(બાપુનગર) પ્રિયંકા મકવાણા(28)(અમદુપુરા), અંકિતા પરમાર(30)(નરોડા) અને દિપાલી પરમાર હતું. (મિતેષ બ્રહ્મભટ્ટ સાથે થયેલી વાતચીતને આધારે)

ચાર યુવતીઓએ નકલી પોલીસ બનીને 30 હજાર રૂપિયા માંગ્યા
રવિવારે પ્રીતિ જાદવ નામની યુવતી અન્ય ત્રણ યુવતીઓ 50 વર્ષીય મહિલાના ઘરે આવી હતી. બાદમાં આ મહિલાના ઘરનું બારણું ખખડાવી તેને બહાર બોલાવી હતી. મહિલાના ઘરે આવેલી ચાર યુવતીઓ સાદા ડ્રેસમાં હતી અને મોઢા પર દુપટ્ટા તથા માસ્ક પહેરીને આવી હતી. પ્રીતિ નામની યુવતીએ મહિલાને પોતે તથા તેની સાથે આવેલી તમામ યુવતીઓ પોલીસ હોવાનું કહી મહિલા પર રોફ જમાવ્યો હતો. તું ઘરે દેહવેપાર કરે છે અને તારા વિરુદ્ધમાં અરજી આવેલી છે. જેથી આ મહિલા ગભરાઈ ગઈ હતી અને જણાવ્યું હતું કે પહેલા કરાવતી હતી.

ચારમાંથી એક પણ પોલીસમાં નથી
પકડાયેલી ચારમાંથી એક પણ યુવતી પોલીસમાં નથી. દિવાળી હોવાથી બ્લેકમેલ કરીને તોડ કરવા તેમના ઘરે પહોંચી હતી. ચારમાંથી એક પણ યુવતી અગાઉ કોઇ ગુનામાં પકડાઈ નથી. - પી.ડી.સોલંકી, પીઆઈ ખાડિયા

હાલમાં છેલ્લા ઘણા સમયથી આ ધંધો કરતી નથી. જેથી છોકરીઓએ સમાધાન કરવું હોય તો 30 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી મહિલાને પોલીસ સ્ટેશન લઇ જઇ મારવાની ધમકી આપી હતી. મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ગયા હતા અને બાદમાં ખાડિયા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી હતી. ખાડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના ઘર પાસેથી આરોપી મહિલા પ્રીતિ જાદવ, પ્રિયંકા મકવાણા, અંકિતા પરમાર, દિપાલી પરમારની ધરપકડ કરી હતી.

દેહવ્યાપાર કરતી મહિલાના બે પુત્રોએ દીક્ષા લીધી છે
ખાડિયામાં આવેલી એક પોળમાં રહેતી 50 વર્ષીય મહિલા તેની નણંદ સાથે રહે છે. તેના પતિ 14 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. દીકરી સાસરે છે અને બે પુત્રોએ દીક્ષા લઈ મુનિ બની ગયા છે. જે સુરત ખાતે દેરાસરમાં રહે છે. પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં હોવાથી તેણે ઘરે દેહવ્યાપાર શરૂ કર્યો હતો. જોકે, હાલ આ મહિલાએ દેહવ્યાપાર બંધ કરી દીધો છે. જ્યારે દેહવ્યાપાર કરાવતી હતી ત્યારે તેને ત્યાં પ્રીતિ જાદવ નામની એક યુવતી પણ આવતી હતી અને તે પણ દેહવ્યાપાર કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...