તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Four Years Later Work Began On Demolishing The Dilapidated Building Of Subhash Bridge RTO; A New Building Will Be Constructed At A Cost Of Rs 35 Crore, Reluctant To Move The DA Branch

કામગીરી:ચાર વર્ષ પછી સુભાષબ્રિજ RTOનું જર્જરિત બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ; 35 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવાશે, DA શાખા ખસેડવા મુદ્દે અવઢવ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુભાષબ્રિજ આરટીઓનું જૂનું બિલ્ડિંગ અંદાજે ચાર વર્ષ પછી તૂટવાની શરૂઆત થઇ રહી છે. આ સ્થળે રૂપિયા 35 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનશે. નવું બિલ્ડિંગમાં પૂરતી સુવિધા હશે. ઇન અને આઉટ માટે દરવાજા સહિત સંપૂર્ણ એસી ઓફિસ બનશે. જોકે આરટીઓ સિવાય અન્ય ઓફિસ કાર્યરત થશે કે નહીં ? તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી. હાલ જૂના બિલ્ડિંગમાં કાર્યરત ડીએ શાખા ખસેડવાને લઇને અધિકારીઓ અવઢવમાં છે.

આરટીઓમાં ડીએ શાખામાં મેમાની રકમ ભરવા માટે રોજના 500 વાહન ચાલકો આવે છે. જોકે ટોકન સિસ્ટમ હોવાથી ભીડ થતી નથી. પરંતુ ધીમી કામગીરીને લીધે વાહનચાલકોને કલાકો બેસી રહેવું પડે છે. સરકારી સિસ્ટમ સામે લોકો વારંવાર રોષ વ્યક્ત કરે છે. આમ છતાં કોઇ સુધારો થતો નથી. જોકે ડીએ શાખા જૂના બિલ્ડિંગમાં કાર્યરત હોવાથી વાહનચાલકોને બેસવાની પૂરતી વ્યવસ્થા છે. હવે નવા બિલ્ડિંગમાં પૂરતી સ્પેસ નહીં હોવાથી વાહન ચાલકોને ઉભા રહેવું પડે તેવી સ્થિતિ સર્જાશે. આરટીઓ પાસે નવા બિલ્ડિંગ સિવાય અન્ય કોઇ જગ્યા જ નથી. જેથી આગામી સપ્તાહથી ડીએ કચેરી નવી બિલ્ડિંગમાં કાર્યરત થવાની શક્યતા છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ કહ્યું કે, જૂના બિલ્ડિંગમાં હજી કેટલીક પસ્તી છે. જેના શીફટીંગની કામગીરી ચાલી રહી છે. બિલ્ડિંગ તૂટતા અંદાજે એક મહિના જેટલો સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...