ગુજરાતમાં NIAની કાર્યવાહી:ISIS મોડલવાળી ટેલિગ્રામ ચેનલમાં અરબીમાંથી ઉર્દૂ કરવા માટે જોડાયેલા બે મૌલાના સહિત ચાર શખસોની પૂછપરછ ચાલુ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના ત્રણ સંબંધોની પૂછપરછ દરમિયાન બે મૌલાના ઉત્સુકતા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા
  • આ તપાસ એનઆઇએની છે ઇન્વેસ્ટિગેશન એનઆઇએ કરી રહી છે - દીપેન ભદ્ર, ડીઆઈજી એટીએસ

સમગ્ર દેશમાં હાલ NIA દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર છે. ગુજરાતના કેટલા ISIS આતંકવાદી સંગઠન સાથે જોડાયા છે તેની તપાસ આરંભી હતી. જેની મદદમાં ગુજરાત એટીએસ પણ જોડાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી, પ્રમાણે ગુજરાતના બે મૌલાના ઇસ્લામ વિરોધી લખાણ લખનાર લોકોને ખુલ્લા પાડવા માટે ચાલતી ટેલિગ્રામની ચેનલમાં જોડાયા હતા. જેમાં અરબીમાંથી ઉર્દુ ટ્રાન્સલેશન કરીને મદદ કરવા માટે જરૂરિયાત હતી.

ગુજરાત ATSએ ત્રણની અટકાયત કરી
ગુજરાતના બે મોલાના અરબી ભાષાના અને ઉર્દુ ભાષાના જાણકાર હતા જેથી તેઓ એમાં જોડાયા હતા. આ સમગ્ર હકીકત બહાર આવી છે, પરંતુ એનઆઈએને હજી મહત્વના પુરાવા મળ્યા ન હોવાથી તેઓ વધુ તપાસ માટે ગુજરાત આવી શકે છે. હાલ પકડાયેલા ત્રણેય શખ્સોને ગુજરાત એટીએસમાં રાખવામાં આવ્યા છે.

સેન્ટ્રલ એજન્સીઓના ગુજરાતમાં ધાડા
ગુજરાતમાં ISISના તાર જોડાયેલા હોવાના પુરાવા NIA અને સેન્ટ્રલ IBને મળ્યા હતા. જે માટે સેન્ટ્રલ એજન્સીઓના ધાડા અમદાવાદ સુરત સહિત ચાર જગ્યાએ સર્ચમાં ઉતર્યા હતા. ગુજરાતમાં આતંકી સગઠનના સ્પોર્ટર હોવાની માહિતીના આધારે એટીએસ પણ જોડાઈ અને ત્રણ શકમંદને ઉઠાવી લીધા હતા. ગુજરાતમાં એના એક દ્વારા કરવામાં આવેલી તપાસના અંતે હજી કેટલી ખૂટતી કડીઓ સામે આવી રહી છે.

ઉત્સુકતાથી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા
અમદાવાદમાંથી એક મૌલાના સહિત ત્રણ જણની અટકાયત કર્યા દરમિયાન આ શખ્સો બધા સોશિયલ મીડિયાની ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ટેલિગ્રામ પર ઇસ્લામ અને અન્ય ધાર્મિક લાગણી દુભાવે તેવા લખાણો અન્ય ભાષામાં લખાતા હતા. તેવા લખાણો શોધી કાઢવા માટે અરબી માંથી ઉર્દુમાં ભાષાંતર કરવાની જરૂર હતી. અમદાવાદના મૌલાના સહિત અન્ય બે શખસો કે જે બંને ભાષાના જાણકાર હતા તેઓ ઉત્સુકતાથી પ્રેરાઈને આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા.

હાલ તમામની પૂછપરછ કરવામાં આવતી હતી
ગુજરાતમાં આઈએસઆઈ સપોર્ટ કરતાં આ ચેનલમાં આતંકવાદી ગતિવિધિના લોકો પણ હોવાની વિગતો સામે આવ્યા બાદ આ ગ્રુપ મેમ્બરમાં આ ત્રણેય લોકો પણ સામેલ હતા. જેથી તેમની અટકાયત કરીને હાલ ગુજરાત ATSની કચેરીમાં લાવવામાં આવ્યાં હતા. આ સમગ્ર મામલે એટીએસના દીપેન ભદ્રનને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ તપાસ NIAની છે અને એના એ જ આમાં ઇન્વેસ્ટિગેશન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...