તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આનંદનગરમાં આવેલા એક ફલેટમાં પોલીસે ગુરુવારે મોડીરાતે દરોડો પાડી બે સ્ત્રી અને બે પુરુષો મળી કુલ ચાર વ્યકિતને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી આઈફોન સહિત 5 મોબાઇલ મળીને રૂ. 55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આનંદનગરના એક ફ્લેટમાં કેટલાક લોકો દારૂ મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો, આથી પોલીસે તે ફલેટના બ્લોક નંબર 58ના ચોથા માળે આવેલા ઘર નંબર 402માં રેડ કરતા જોસંગપુઈ સાલો (મૂળ. મિઝોરમ) લલરીનકીમી પુદાઈતે (મિઝોરમ) બીરાભકતા રંગખલ (આસામ) તથા ખીમેશ પ્રજાપતિ (ઉ.વ. 24 રહે કૃષા ફલેટ, આનંદનગર) દારૂની મહેફીલ માણતાં પકડાઈ ગયાં હતાં. પોલીસે આઈફોન સહિત 5 મોબાઈલ, સીલબંધ દારૂની 5 બોટલ સહિતે 55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તમામ આરોપીઓ સ્પામાં કામ કરે છે
મહેફિલ માણતા ઝડપાયેલી બે મહિલા અને એક યુવક સ્પામાં કામ કરે છે. આ ઉપરાંત અન્ય એક યુવક પણ આ જ ધંધા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.