રાજકારણ:ગુજરાતના ભાજપના મહામંત્રી તરીકે શંકર ચૌધરી, ઝડફિયા સહિત ચાર નામ ચર્ચામાં

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકર ચૌધરીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
શંકર ચૌધરીની ફાઇલ તસવીર.
  • દિલ્હીથી પરત ફર્યા પછી પ્રદેશ પ્રમુખ સી.આર. પાાટીલ નવી ટીમ જાહેર કરશે

ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ દિલ્હી મુલાકાતેથી પરત ફરે તે પછી હવે ખૂબ થોડા દિવસોની અંદર પોતાની સંપૂર્ણ ટીમની જાહેરાત કરી શકે છે. મુખ્યત્વે તેમની ટીમમાં ચાર મહામંત્રી કોને બનાવાશે તેની ઇંતેજારી ખૂબ છે.હાલ આ પદ માટે ભૂતપૂર્વ મંત્રી શંકર ચૌધરી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, વરિષ્ઠ નેતા અને હાલના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા અને અન્ય એક પાટીદાર નેતા આવી શકે તેવું ભાજપના સૂત્રો જણાવે છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતના ચાર પ્રદેશો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય-ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચાર વિભાગોમાંથી એક એક મહામંત્રી ટીમમાં શામેલ છે. જો કે વર્તમાન તમામ મહામંત્રીઓને બદલીને નવા મહામંત્રીઓની નિમણૂક થશે, પરંતુ તે પ્રદેશવાર કે જ્ઞાતિવાર પ્રતિનિધિત્વ કરતા હશે તે જરૂરી નથી.

પ્રદેશ મોરચા અને સેલનું મેક-ઓવર થશે
આગામી સમયમાં ગુજરાત ભાજપના વિવિધ પ્રદેશ મોરચા કે જેમાં એસસી, એસટી, યુવા, મહિલા, ઓબીસી સહિતના મોરચા તથા લઘુમતી, કિસાન, આઈટી, મિડીયા સેલમાં કેટલાંક ફેરફારો થશે. આ સેલમાં વર્તમાન કેટલાંક હોદ્દેદારોને રીપીટ કરાઇ શકે છે. પાર્ટીમાં ચારે-ચાર પ્રદેશોમાં અલગ-અલગ પ્રવક્તા નીમીને જે-તે પ્રદેશ માટેની પ્રવક્તાની જવાબદારી વહેંચાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...