તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાત્રે કારમાં ગાયો ચોરી કતલ કરતી ટોળકીના ચાર પકડાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુએજ ફાર્મ પાસેથી કાર સાથે ધરપકડ

રાત્રે સ્કોર્પિયો કારમાં રઝળતી ગાયોની ચોરી કરીને કતલ કરી દેતી ટોળકીના 4 લોકોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ટોળકી ખોખરાના ધીરજ હાઉસિંગ પાસે રાતે ગાયો ચોરી કરવા પહોંચી હતી. જોકે એક સ્થાનિકે બૂમો પાડતાં ટોળકી ત્યાંથી ભાગી ગઈ હતી.

જો કે આ ટોળકી કારમાં ગાયોની ચોરી કરવા આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો, જેના આધારે પોલીસે 4 આરોપીને કાર સાથે ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાંચે સુએજ ફાર્મ પાસેથી આ સ્કોર્પિયો કાર પકડી પાડી હતી.

આ સાથે કારમાં જઈ રહેલા નોમાન ઉર્ફે રહીમ શેખ (દાણીલીમડા), સલીમ ઉર્ફે તડકી દોસ્ત મહંમદ પઠાણ (આસ્ટોડિયા), સમીર ઉર્ફે બાબા મોમીન(જુહાપુરા) અને સોહિલ અબ્દુલ ગફાર કુરેશી(શાહપુર)ને ઝડપી લીધા હતા. આ ટોળકીએ ગુરુજી બ્રિજ પાસેથી ગાયો ચોરીને વટવામાં કતલ કરીને ગૌમાંસ વેચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો