રોડ-રસ્તા પર વાહનોનો ટ્રાફિક સર્જાય એ સામાન્ય બાબત છે પણ હવે આકાશમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ગુરુવારે મુંબઇ એરપોર્ટ પર એર ટ્રાફિક સર્જાતા અમદાવાદથી મુંબઇ જતી ચાર ફલાઇટ એકથી ત્રણ કલાક મોડી પડી હતી, જેમાં ગો ફર્સ્ટ, વિસ્તારાની એક-એક અને અકાશાની બે ફલાઇટનો સમાવેશ થાય છે.
સિંગાપોરથી મુંબઇ જતી વિસ્તારાની (UK 106) ફલાઇટને બપોરે 1.45 કલાકે એટીસી દ્વારા લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતા ડાઈવર્ટ કરાતા બપોરે 3 વાગે અમદાવાદ આવી હતી આ ફલાઇટ દોઢ કલાક બાદ 4.30 કલાકે મુંબઇ માટે રવાના થઇ હતી. ગુરુવારે અમદાવાદથી ગો ફર્સ્ટની પૂણે જતી ફલાઇટ પણ રદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ખરાબ વાતાવરણ અને આગળથી શિડ્યુલ ખોરવાતા વિવિધ સેક્ટરની અન્ય 12 ફલાઇટો પણ મોડી પડી હતી. જેમાં સ્પાઈસ જેટ,ગો ફર્સ્ટની ત્રણ- ત્રણ, ઇન્ડિગો સ્ટાર એરની બે-બે, વિસ્તારા, અકાશા એરની એક-એક સહિતની તમામ ફલાઇટો તેના નિર્ધારિત સમય કરતા એકથી ચાર કલાક ફલાઈટો મોડી પડી હતી. આમ અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી, જયપુર, સિલિગુડી, જેસલમેર, બેંગ્લોર, ભૂજ, બેલગાંવ, ગોવા સહિત વિવિધ સેક્ટરના પેસેન્જરો હાલાકીમાં મુકાયા હતા.
આ ફ્લાઈટ મોડી પડી
સેક્ટર | સમય | કેટલી મોડી |
ગો ફર્સ્ટ | ||
મુંબઇ | 9.25 | 3 કલાક |
અકાશા | ||
મુંબઈ | 11.5 | 1 કલાક |
મુંબઈ | 4.05 | 1 કલાક |
વિસ્તારા | ||
મુંબઈ | 9.35 | 2.15 કલાક |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.