અમદાવાદમાં વિવેકાનંદનગર પાસે ફટાકડાની ફેકટરીમાં પત્રકાર અને હ્યુમન રાઇટ્સના નામે જઈ ચાર શખસોએ રૂ. 1.20 લાખની ખંડણી માગી હતી. ચારેય શખસોએ ફેક્ટરીમાં બાળ મજુરો રાખ્યા છે અને ફેકટરીમાં પરવાના કરતા વધારે ફટાકડાનો સ્ટોક રાખવામાં આવ્યો છે તેમ કહી ફેક્ટરીનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો મીડિયામાં આપીને ફેક્ટરીનું લાયસન્સ રદ કરાવી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસને જાણ કરતા વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.
નકલી પત્રકારોએ 1.20 લાખ માગ્યા
ઘટનાની વિગતો મુજબ, વિવેકાનંદનગર પાસે ન્યુ જય અંબે નામની ફટાકડાની ફેકટરીમાં ચાર જેટલા શખ્સોએ પત્રકારની ખોટી ઓળખ આપીને ખંડણીની માંગ કરી હતી. આરોપી સુરેશગીરી મહોનગીરી ગૌસ્વામી, પ્રેરક મનહરભાઇ ત્રિવેદી, દેવેન્દ્ર ચંદુમાઇ કોટવાલ અને વિજયકુમાર ચન્દ્રબાન વર્મા ફેક્ટરીએ ગયા હતા. જ્યાં તેમણે ખોટી રીતે પત્રકાર અને હ્યુમન રાઇટ્સના નામે ધમકી આપી રૂ. 1.20 લાખ માગ્યા હતા.
પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી
આ મામલે ફેક્ટરી માલિકે વિવેકાનંદનગર પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને તમામને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પણ બાપુનગર વિસ્તારમાં રહેતા ભાવિન બારોટ નામના પત્રકાર સામે મહિલા પોલીસ કોન્સ્ટેબલે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બાપુનગર પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આરોપીએ આપેલા મોબાઈલ નંબર પર કોલ કરી બોલાવતા કબૂલાત કરી
મીડયાની ઓળખ આપનાર મોબાઈલ નંબર આપી ગયા હતા.તે નંબર પર કોલ કરી ચારેય તોડબાજોને બોલાવેલા.પીઆઈએ પૂછપરછ કરતા પહેલા જણાવ્યું કે અમે રોકડ લીધી નથી,પોલીસે કડક પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે અમે રોકડ લીધેલ. - આર.જી.ખાંટ, પીઆઇ
અગાઉ 1 આરોપી વટવામાં તોડ કરી હતી
પકડાયેલા ચારેય આરોપીઓએ અગાઉ કોઈ જગ્યાએ આ રીતે તોડ કરેલ છે એવું પૂછતા પીઆઇ જાડેજા એ જણાવ્યું કે ચાર પૈકી એક આરોપી સુરેશગીરી ગોસ્વામી વટવા જીઆઇડીસી મા આ રીતે તોડ કરતા પકડાયેલ અને સમાધાન કરી માફીપત્ર લખી આપેલ એવી કબૂલાત પૂછપરછ દરમિયાન આરોપીએ કરી હતી. છે ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.