તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવલેણ હુમલો:ગાર્ડની નોકરીની વહેંચણી મુદ્દે ચારનો સુપરવાઈઝર પર હુમલો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

શહેરના મકરબા-સરખેજ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની નોકરીની વહેંચણી બાબતે એક સિક્યુરિટી ગાર્ડે સુપરવાઈઝર સાથે ઝઘડો કરી જીવલેણ હુમલો કરી બે જણાંને ઈજા પહોંચાડતા સરખેજ પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વિજયસિંગ બજરંગસિહ ચૌહાણ સ્કાય વેવ્સ સિક્યુરિટીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. હાલમાં મકરબા ઓર્ચિડ વ્હાઈટ ફિલ્ડ ફ્લેટમાં નોકરી કરતા વિજયસિંગ ગુરુવારે સવારે નોકરીની વહેંચણી કરતા હતા તે સમયે સચિન ત્રિપાઠી નામના ગાર્ડે તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી વિજયસિંગે ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર તિવારીને જાણ કરી હતી, જેથી તેમણે સચિન ત્રિપાઠીને નોકરીએથી ઘરે મોકલી દીધો હતો.

દરમિયાન બપોરે સચિન ત્રિપાઠી તેની સાથે બે-ત્રણ માણસોને લઈ મોટરસાયકલ લઈ ધોકા સાથે ઓર્ચિડ વ્હાઈટ ફિલ્ડ ફ્લેટ ખાતે આવી વિજયસિંહ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરીને ધોકાથી હુમલો કર્યો હતો.

આ સમયે વિજયસિંગના ભાણિયા જીતેન્દ્રસિંગ શેખાવતએ વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. દરમિયાન આસપાસના ગાર્ડ અને ફ્લેટના રહીશો દોડી આવતાં ચારેય જણાં ત્યાંથી નાસી ગયા હતા.દરમિયાન જીતેન્દ્રના માથે ગંભીર ઈજા થતા તેને સોલા સિવિલ લઈ જવાયો હતો. આ અંગે વિજયસિંગ ચૌહાણે સરખેજ પોલીસ સ્ટેશનમાં સચિન ત્રિપાઠી અને તેની સાથેના ત્રણ જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આદરી છે.

નોકરીની વહેંચણીથી ગાર્ડ અગાઉ નારાજ હતો
સૂત્રોના જણાવ્યા મુજબ, સુપરવાઈઝર જયારે પણ નોકરીની વહેંચણી કરે ત્યારે હુમલો કરનાર સિકયુરિટી ગાર્ડને કોઈને કોઈ બહાને તે નોકરી ગમતી નહોઈ તે બોલાચાલી કરીને નોકરી નહીં કરવાનું કહેતો હતો. જોકે તેની સાથે નોકરી કરતા અન્ય ગાર્ડ તેને સમજાવી મામલો થાળે પાડી દેતા હતા. આ સંજોગોમાં તેને સિકયુરિટી સુપરવાઈઝર પ્રત્યે દ્રેષભાવ પેદા થયો હતો જેના પરિણામે તેણે નોકરીની વહેંચણી બાબતે તેણે અન્યો લોકોને સાથે લાવી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...