તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતના સોદાગર:રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ચાર આરોપી ઝડપાયા, 30-40 હજારમાં થતો હતો સોદો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામોલ પોલીસે 4 રેમડેસિવિર સાથે આરોપીઓની ધરપકડ કરી
  • હોસ્પિટલના સ્ટાફ પણ આ કાળા બજારીમાં સામેલ છે

ગુજરાતમાં કોરોનાનો કાળ લોકોના જીવ ભરખી રહ્યો છે. તો દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. ત્યારે જ અમદાવાદમાં જ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ચાર આરોપીઓની ચાર ઇન્જેક્શન સાથે રામોલ પોલીસે ધરપકડ કરી છે.

કોરોનામાં રામબાણ સમાન રેમડેસિવિરની કાળા બજારી
રામોલ પોલીસની ગિરફતમાં રહેલા આ શખ્સો જીવ અને મોતના સોદાગર છે. જેઓના નામ છે શશાંક જયસવાલ, નિલ જયસવાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવર. રામોલ પોલીસને બાતમી મળી હતી કે, કોરોના કાળમાં રામબાણ સમાન રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યા છે. આ બાતમી આધારે રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓ ચાર ઇન્જેક્શન સાથે ઝડપાયા છે.

આશરે 30થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા
આશરે 30થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા

40 હજારમાં ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા
આ ચારેય યુવાનોમાંથી ઇન્જેક્શન ખરીદનાર બે આરોપીઓ શશાંક અને નિલએ હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હતા. શશાંક અને નિલ બંને રૂ. 26 હજારમાં વિકાસ અને પ્રવીણને વેચવાના હતા. ત્યારે વિકાસ અને પ્રવીણ 26 હજારની ઉપર પોતાની રકમ નક્કી કરી આશરે 30થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા.

ઇન્જેક્શન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે?
ત્યારે રામોલ પોલીસની તપાસ હાલ એ ચાલી રહી છે કે, શશાંક અને નિલને ઇન્જેક્શન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે અને કઈ હોસ્પિટલનો સ્ટાફ છે. ત્યારે રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે, આ એ ઇન્જેક્શન છે એ જે દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇન્જેક્શન મેળવી કાળા બજારી કરવામાં આવી રહી હતી.​​​​​​​

દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે
દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે

વધેલા ઇન્જેક્શનની કાળા બજારી થાય છે
જ્યારે પણ કોરોના દર્દીને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય છે ત્યારે જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે અને વધેલા ઇન્જેક્શન દર્દીઓએ મેડિકલ અથવા ડોક્ટરને જમા કરાવવાના હોય છે. પણ હોસ્પિટલના કર્મચારીઓએ જમા ન કરાવી કાળા બજારી કરવાનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો