તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના કારણે લૉકડાઉનમાં લોકોના માનસિક સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો પડી શકે છે. કોરોના જેવા ચેપી રોગચાળાનો સામનો કરવા અત્યારે સર્જાયેલી આ વિષમ પરિસ્થિતિની એકંદરે સામાન્ય લોકોની માનસિકતા પર કેવો પ્રભાવ રહેશે તે અંગે નો અભ્યાસ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન અને સોશિયલ સાયન્સ વિભાગ અને સાઇકોલોજી થેરાપી માટે નિશુલ્ક સેવા આપતા મહેરિઝમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા સર્વેમાં છેલ્લા બે મહિનાથી લોકો લૉકડાઉનમાં રહેવા માટે જે પ્રમાણે ટેવાઈ ગયા છે. કોરોના કેસોની સંખ્યા જોતા આજે ગુજરાતમાં લોકો ભય વચ્ચે જીવે છે,તો આવી પરિસ્થિતિમાં લોકોના માનસ પર તેની કેવી અસર પડી છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો.
લોકડાઉનના સમયમાં લોકોને અનિંદ્રા કે ભૂખ ન લાગવી જેવી સમસ્યા છે કે કેમ?
- મોટાભાગના લોકોએ નકારાત્મક જવાબ આપ્યાં હતાં. પોતાના પરિવાર સાથે આનંદ અનુભવતા હોવાની વાત સાથે 40.17 ટકા લોકોએ સંમતિ દર્શાવી હતી. લોકડાઉન પછી નવીનતમ શરૂઆત કરવા માટે 47 ટકા લોકો સહમત થયા હતાં. વર્ક પ્રોડક્ટિવિટી પર અસરો થઇ છે કે કેમ તે અંગે 30 ટકા લોકો નકારાત્મક હતા 24 ટકા લોકો અસમંજસમાં હતા અને 12 ટકા લોકો હકારાત્મકતા હતાં.
યુનિવર્સિટી અને મેહેરિઝમ ફાઉન્ડેશન દ્વારા સાઈકોલોજીકલ હેલ્પ માટે ફ્રી હેલ્પલાઇન પણ ચલાવે છે. જેમાં 50 જેટલા સાયકોલોજિસ્ટની ટીમ સહાય આપે છે. આ ઉપરાંત 40.50 ટકા લોકોએ કહ્યું હતું કે, લૉકડાઉનના કારણે તેઓ ઘરે સુરક્ષિત અનુભવી રહ્યા છે. જ્યારે 24.58 ટકા લોકએ સ્વિકાર્યું કે, તેઓને પોતાના પરિવારના સ્વાસ્થ્યને લઈને નકારાત્મક વિચારો આવી રહ્યા છે.
ગુજરાતના 712 લોકો પર આ સર્વે કરાયો તો. જેમાં 22 જેટલા પ્રશ્નો હતાં. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આ પ્રશ્નો પૂછાયા હતાં. જેમાં 500થી વધુ લોકોએ ગુજરાતીમાં જવાબ આપ્યાં હતા અને 194 જેટલા લોકોએ અંગ્રેજીમાં જવાબ આપ્યા હતાં.
લાંબા ગાળે માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે
કોરોના સંકટ થી લાંબાગાળે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી શકે છે, તેથી પરિસ્થિતિ સમજવા આ સર્વે કરાયો છે સર્વેના પરિણામો અને તારણોના આધારે માનસિક સ્વાસ્થ્યને આગામી સમયમાં કેવી રીતે વધુ સ્વસ્થ અને મજબૂત બનાવી શકાય તે અંગેની નવી પદ્ધતિઓ તૈયાર કરવામાં આવશે.- ડો.કામ્યાની માથુર, ગુજરાત યુનિ.ના સાયકોલોજી વિભાગના વડા
ઘણાને કોરોનાથી મરી જઈશ તેવો ભય હતો
એક સાઈકોલોજિસ્ટ તરીકે શરૂઆતી તબક્કામાં ઘણા લોકો ને મને કોરોના થઈ જશે કે હું મરી જઈશ તેવો ભય હતો! સામે જે લોકોને વર્ષોથી હાઇપર એન્ઝ્યાટિથી પીડાતા હતા તેમનું મનોબળ કોરોના જેવી પરિસ્થિતિમાં વધુ મજબૂત બન્યું છે. અત્યારે તો આ મહામારીની કેટલી ઊંડી અને ઘાતક અસર થશે અને લોકોને કેટલી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે તે અંગે અનુમાન કરવું મુશ્કેલ છે. પણ આ પ્રોજેક્ટ થકી લોકડાઉનની હકારાત્મક અને નકારાત્મક અસરો અંગે જ સર્વે કર્યો છે. - જસબીર કૌર, મહેરિઝમ ફાઉન્ડેશનના વડા
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.