અમદાવાદ કોરોના LIVE:અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો, 24 કલાકમાં કોરોના 1865 નવા કેસ સામે 545 દર્દીઓ ડિસ્ચાર્જ, શહેરમાં વધુ 16 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં શહેરમાં 1835 અને જિલ્લામાં 27 નવા કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 1835 અને જિલ્લામાં 27 મળીને અમદાવાદમાં કુલ 1862 કેસ નોંધાયા છે. જેની સામે 545 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આજે પણ શહેર કે જિલ્લામાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. અમદાવાદમાં 7 મહિના પછી પહેલીવાર 1800થી વધુ કેસ આવ્યા છે. આ પહેલા 18 મે 2021એ 1895 કેસ નોંધાયા હતા. ત્રીજી લહેરમાં માત્ર 11 દિવસમાં દૈનિક 100 કેસથી 1800+ કેસ આવવા લાગ્યા, બીજી લહેરમાં 46 દિવસે 100થી 1800+ કેસ થયા હતા. શહેરમાં વધુ નવા 16 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે.

શહેરમાં 16 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં આજે નવા 16 માઈક્રો કન્ટેન્મે્ન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી 108 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાંથી 4 વિસ્તારને તેમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ હવે શહેરમાં કુલ 120 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 113 જેટલા મકાનોને મૂકવામાં આવ્યા છે. જેમાં બોડકદેવના શાલીગ્રામ પ્લસના 20 મકાનમાં 58 વ્યક્તિ, બોપલના આર્યન ઓપ્યુલન્સના 16 મકાનમાં 116 વ્યક્તિ તથા મણીનગરના અનુપમ એવન્યુના 16 મકાનમાં 68 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે.

આજે ઓમિક્રોનના 0 કેસ
શહેરમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં ઓમિક્રોનના 34 નવા કેસ નોંધાયો બાદ આજે એકપણ નવો કેસ સામે આવ્યો નથી. અમદાવાદમાં અત્યાર સુધી 93 ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.

અમદાવાદ શહેરના તમામ 15 થી 18 વય જૂથના બાળકોને કોવિડ-19 વેકસીનેશન સરળતાથી મળી રહે તે માટે તમામ 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત નક્કી કરેલી 80 પ્રાઇવેટ /મ્યુનિસિપલ શાળા ખાતે કોવિડ-19 વેકસીનેશન સેશનનું આયોજન કરવામાં આવેલ છે. આ તમામ 15 થી 18 વય જૂથના બાળકો માટેની વેકસીનેશન સાઈટ ખાતે ફક્ત કોવેક્સીન રસી આપવામાં આવે છે. જેમાં આજે 35 હજારથી વધુ બાળકોને રસી આપવામાં આવી હતી.

ઝોનવાઈઝ અમદાવાદ શહેરમાં 12-18 વર્ષ વયજૂથનું વેક્સિનેશન

ઝોનવેક્સિનેશન
સેન્ટ્રલ4943
ઈસ્ટ4137
નોર્થ વેસ્ટ5225
નોર્થ9261
સાઉથ વેસ્ટ2475
સાઉથ4520
વેસ્ટ4965
કુલ35526

સંત સમારોહમાં હાજર નેતાઓ સહિત 40ને કોરોના
અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલનની તસવીર
રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલનની તસવીર

સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ-સંતો હાજર હતા
ઉત્તરપ્રદેશમાં દિવ્ય કાશી- ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના માટે 4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ-સંતો હાજર રહ્યા હતા. AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ધજાગરા ઉડાવતા હોય એમ લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હતા.

1 નવેમ્બરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ડિસેમ્બર1104
2 ડિસેમ્બર1508
3 ડિસેમ્બર15018
4 ડિસેમ્બર12013
5 ડિસેમ્બર17010
6 ડિસેમ્બર10010
7 ડિસેમ્બર26010
8 ડિસેમ્બર2504
9 ડિસેમ્બર1305
10 ડિસેમ્બર13010
11 ડિસેમ્બર11011
12 ડિસેમ્બર10016
13 ડિસેમ્બર19015
14 ડિસેમ્બર14013
15 ડિસેમ્બર8017
16 ડિસેમ્બર2009
17 ડિસેમ્બર8025
18 ડિસેમ્બર14023
19 ડિસેમ્બર18013
20 ડિસેમ્બર13017
21 ડિસેમ્બર33010
22 ડિસેમ્બર26010
23 ડિસેમ્બર43018
24 ડિસેમ્બર32119
25 ડિસેમ્બર6302
26 ડિસેમ્બર53020
27 ડિસેમ્બર10008
28 ડિસેમ્બર182015
29 ડિસેમ્બર278018
30 ડિસેમ્બર278013
31 ડિસેમ્બર317033
1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
3 જાન્યુઆરી643036
4 જાન્યુઆરી1,314072
5 જાન્યુઆરી1,660062
6 જાન્યુઆરી1,8650545
કુલ8,14211205
અન્ય સમાચારો પણ છે...