દસક્રોઇ તાલુકામાં નાયબહિસાબીનીસ રાજેશ રામીએ શિક્ષકોની રજાના અને આરટીઇના નાણાંની ડુપ્લીકેટ રસીદ બનાવી 7.03 કરોડની ઉચાપત કરી હતી. આજ મોડસ ઓપરેન્ડીથી માંડલમાં 64 લાખ અને દેત્રોજમાં 34 લાખની ઉચાપત કરી કુટુંબના સભ્યો સહિત 196 લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ કેસમાં જિલ્લાના નાયબ હિસાબીનીશ રાજેશ રામીની ગેરરિતીમાં દેત્રોજના પૂર્વ ટીડીઓ અર્જુની ડોડીયાની ધરપકડ કરી છે. બીજીતરફ સીઆઇડી ક્રાઇમને 11 રજિસ્ટર, પક્ષકારોન સીસીટીવ ફૂટેજ અને ઇલેક્ટ્રોનીક્સ પુરાવા આપવા છતાં હજી સુધી મૂળ આરોપીઓ પકડની બહાર હોવાનું તપાસ અધિકારીઓ માને છે.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત 6 ટીડીઓ, નાયબ ચિટનીસ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અને ત્રણ શિક્ષણ કલાર્કને નોટીસ અપાઇ છે. દસક્રોઇ તાલુકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉચાપત કરનાર રાજેશ રામીએ ઉચાપતના નાણાં પોતાની પત્નિ, સાસું, સસરાં સહિત કુટુંબના સભ્યો સહિત 196 લોકોના ખાતામાં ત્રણ-ત્રણ લાખની રકમ ટ્રાન્સફર કરી છે. આ રકમ પરત મેળવવા કમિશન આપતો હતો.
હાલ ખાતા ફ્રિજ કરીને 35ના નિવેદન લેવાયા છે. તેના પરિવારમાં 2 બાળકો પણ હતાં. વર્ષ 2018-19ના સરકારના ઓડિટમાં બહાર આવ્યા પછી આંતરિક અનવેશન કમિટી બનાવી તપાસ કરાવતા મોટાપાયે ઉચાપત થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ડિમાન્ડ ટ્રાફ્ટમાં રાજેશ રામીની સહીં હોવાનો પુરાવો પણ સીઆઇડીને સોંપાયો છે. અત્યાર સુધીમાં 123ને નોટીસ અપાઇ હતી. માંડલ ટીડીઓએ 2018માં ગેરરિતી થઇ હોવાનું ધ્યાન દોરીને તપાસની માંગ કરી હતી.
તપાસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, જુનિયર કલાર્કને નાયબ હિસાબીનો ચાર્જ સોંપાયાની ફાઇલ જ ગુમ થઇ ગઇ છે. જિલ્લા કક્ષાએ કોને ઓર્ડરથી ચાર્જ સોંપાયો તેની વિગતો બહાર આવે તો ઉચ્ચઅધિકારીઓ સુધી રેલો આવવાની શક્યતા છે. રાજેશ રામીના કેસમાં પણ પણ ભાજપના આગેવાનોને બચાવવામાં હોવાથી ધીમી ગતિએ કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.