મોર્નિંગ ન્યૂઝ બ્રીફદેવુસિંહે કેજરીવાલને અર્બન નકસલી કહ્યા:ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીનું કાર્યકર સંમેલન

એક મહિનો પહેલા

નમસ્કાર,
આજે સોમવાર, તારીખ 5 સપ્ટેમ્બર, ભાદરવા સુદ નોમ-દશમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાહુલ ગાંધી અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બૂથ સ્તરનું કાર્યકર સંમેલન મારું બૂથ મારું ગૌરવમાં હાજર રહેશે
2) આજે બ્રિટનના નવા વડાપ્રધાનની જાહેરાત થઈ શકે છે, ભારતીય મૂળના ઋષિ સૂનક રેસમાં
3) અમદાવાદમાં કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનો બીજો દિવસ
4) આજે શિક્ષક દિવસે જ રાજ્યના અધ્યાપક સહાયકો હાથે કાળી પટ્ટી બાંધીને અભ્યાસ કાર્ય કરાવશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન:હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ મર્સિડીઝ કાર, મુંબઈની મહિલા ડોકટર ચલાવી રહી હતી કાર
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ એક્સીડન્ટમાં નિધન થઈ ગયું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી. પોલીસના જણાવ્યા મુજબ 54 વર્ષના મિસ્ત્રીની મર્સિડીઝ કાર સૂર્યા નદીના પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મર્સિડીઝના એરબેગ પણ ખુલ્યા, પરંતુ મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) રાહુલે કહ્યું- આજે બે હિન્દુસ્તાન, એક ગરીબોનું અને બીજું ઉદ્યોગપતિઓનું; આજે આ બંને દેશો વચ્ચેની લડાઈ છે, અમારી યાત્રા સત્ય જણાવવા માટે
દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલી યોજી હતી. આમાં રાહુલે કહ્યું કે દેશમાં મીડિયા, પ્રેસ અને સંસ્થાઓ સરકારના દબાણ હેઠળ છે. એવામાં અમારી પાસે જનતાની વચ્ચે જઈને સત્ય જણાવવા સિવાય કોઈ રસ્તો નથી. રાહુલે કહ્યું કે દેશના 10-15 અમીર લોકો જે ઈચ્છે તે સપના જોઈ શકે છે. આ રીતે ગરીબો સપના જોઈ શકતા નથી, આ દેશ ઉદ્યોગપતિઓનો નહીં, ગરીબોનો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદમાં અમિત શાહે 4 સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું, કહ્યું, કેટલાક લોકો વચનોની લ્હાણી કરે છે, ભાજપ સરકારે 24 કલાક વીજળી આપી
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ચાર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું છે. શહેરમાં ઘાટલોડિયા, થલતેજ, વાડજની સ્કૂલોને સ્માર્ટ સ્કૂલો બનાવાઈ છે. શાહે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 22 અનુપમ સ્માર્ટ શાળાઓ ખુલી છે. આજે ચાર શાળાઓની શરૂઆત કરાઈ છે. તેનો ફાયદો 3200થી વધુ બાળકોને મળશે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં યુથ કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું; કહ્યું-પ્રમુખ બનાવવા પાર્ટીએ દોઢ કરોડ લીધા
રાહુલ ગાંધી ગુજરાત આવે તેના એક દિવસ પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમાયું છે. વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસે યુવક કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે દોઢ કરોડ લીધાં છે. તો ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂક કરાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરામાં ભાજપના મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું: 'અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલી છે', ઇટાલિયાના 'ડ્રગ્સ સંઘવી' નિવેદનનો વળતો પ્રહાર
વડોદરામાં એક ધાર્મિક પ્રસંગમાં પહોંચેલા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલી કહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' કહ્યા બાદ દેવુંસિંહનું આ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ગુજરાતમાં ચૂંટણી પહેલાં 10 લાખ માલધારીઓનું સરકાર સામે મહાસંમેલન યોજાશે, રબારી-ભરવાડ સમાજને 5-5 ટિકિટ આપવા માગ
અમદાવાદમાં ગુજરાત માલધારી સમાજના સાધુ-સંતો અને માલધારી આગેવાનોની શનિવારે એક બેઠક મળી હતી. જેમાં માલધારી સમાજના પ્રશ્નોને લઇને ચર્ચા કરાઈ હતી. માલધારી સમાજે એક થઈ સરકાર સામે પડકાર ફેંકવા અને ચૂંટણી પહેલાં માલધારી મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવાયો છે. જેમાં 10 લાખ માલધારીઓ એકઠા થશે. તો રબારી-ભરવાડ સમાજને તમામ પાર્ટી 5-5 ટિકિટ આપે તેવી માગ કરાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) મેડિકલ વિઝા પર પરિવાર સાથે ભારત આવેલા અફઘાની યુવકને ગુજરાત ATSએ દિલ્હીથી 20 કરોડના 4 કિલો હેરોઇન સાથે ઝડપ્યો
ગુજરાત ATSએ વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરી છે. 20 કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે. 2016માં મેડિકલ વિઝા પર માતા, પિતા, ભાઈ-બહેન સાથે દિલ્હી આવ્યો હતો. મેડિકલ વિઝા એક્ષટેન્ડ કરાવી સાઉથ દિલ્હીમાં જ રહેતો હતો.
વાંચો સમાચાર વિગતવાર

8) ગુલામનબી પાર્ટી બનાવશે, કહ્યું- ઝંડો અને નામ કાશ્મીરના લોકો નક્કી કરશે; કોંગ્રેસ પર કટાક્ષ કરતા બોલ્યા- અમને બદનામ કરનારાઓની પહોંચ ટ્વિટ સુધી
કોંગ્રેસથી અલગ થયેલા ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુમાં કહ્યું કે તે પોતાની નવી પાર્ટી બનાવશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો ઝંડો એવો હશે, જેને દરેક ધર્મના માણસો સ્વીકારશે. પાર્ટીનો ઝંડો અને નામ કાશ્મીરની પ્રજા નક્કી કરશે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી આ આઝાદની પ્રથમ રેલી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમદાવાદમાં અમિત શાહે કહ્યું, અંગ્રેજોના જમાનાથી ચાલતા મોડેલમાં પરિવર્તન કરીશું, જેલોને અત્યાધુનિક બનાવાશે
2) રતન ટાટાની પહેલી પસંદ હતા સાયરસ:43 વર્ષની ઉંમરે ટાટા સન્સના સૌથી યુવા ચેરમેન બન્યા
3) સોનાલીએ યુપીના ફિલ્મ ડાયરેક્ટરને જણાવ્યું હતુ રહસ્ય,સોનાલીએ કહ્યું હતું- સુધીર પાસે મારા કેટલાક પુરાવા છે, જેના કારણે તે મને બ્લેકમેલ કરે છે
4) ધોની કરશે CSKની કેપ્ટનશિપ,ગત સિઝનમાં સુપર કિંગ્સે બે વાર કેપ્ટન બદલ્યા હતા, હવે CEOએ કહ્યુ- માહી જ સંભાળશે ટીમની કમાન
5) અર્જુન મોઢવાડિયાએ કહ્યું- ડભોઈ પાલિકામાં સફાઈ કામદારોની જગ્યા પર ભાજપના સભ્યોના સગાંઓની ભરતી કરી દેવાઈ
6) રાજકોટમાં યુવકે ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી હવામાં ફાયરિંગ કર્યું, ‘ભલે એકલો પણ એકડો’ ગીત પર વીડિયો બનાવ્યો
7) રાજકોટમાં રોમિયોએ મોબાઈલ નંબર માગી મહિલાની છેડતી કરી, લોકોએ 20 તમાચા ઝીંક્યા, રોમિયોનું ‘મને મારી નાખો’નું રટણ

આજનો ઈતિહાસ
ભારત રત્નથી સન્માનિત ડૉ,સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમ્બર 1888નાં રોજ તમિલનાડુના તિરુમાલામાં થયો હતો. તેમની યાદમાં આજે દેશભરમાં ટીચર્સ ડે ઉજવવામાં આવે છે.

આજનો સુવિચાર
પ્રત્યેક અવસર માટે તૈયાર રહેવું જ સફળતાનું રહસ્ય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...