તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટરને રજૂઆત:ગુજરાત યુનિવર્સિટીના 25 ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવા કે સીલ કરવા પૂર્વ સેનેટ મેમ્બરનું કલેક્ટરને આવેદન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 મિલકતોમાં રૂ. 175 કરોડના ખર્ચે નવા બાંધકામ, સમારકામ અને જરૂરી સુધારા-વધારા કરાયા છે
  • ગુજરાત યુનિવર્સિટીમાં અનેક બિલ્ડિંગની બીયુ પરમિશન ન હોવાનો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીમાં 2016થી અત્યાર સુધી થઈ રહેલા વિવિધ બાંધકામોમાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ થયા છે. આ મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દેવદત્ત રાણા અને તેમના વકીલ દ્વારા આજે અમદાવાદ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી.

2016થી 25 બિલ્ડિંગમાં સુધારા-વધારા થયા
પૂર્વ સેનેટ મેમ્બર દેવદત્ત રાણા દ્વારા આજે કલેક્ટરને જે અરજી કરવામાં આવી હતી. તેમાં ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2016થી વર્ષ 2018 સુધીના સમયગાળામાં ગુજરાત યુનિવર્સિટીમાં આશરે 25 જેટલી મિલકતોમાં નવા બાંધકામ, સમારકામ અને જરૂરી સુધારા વધારાની કામગીરી માટે અંદાજે રૂ. 175 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વિવિધ બિલ્ડિંગમાં બીયુ પરમિશન ન હોવાનો આરોપ
વિવિધ બિલ્ડિંગમાં બીયુ પરમિશન ન હોવાનો આરોપ

AMCમાં બાંધકામ મંજૂરીની કાર્યવાહી ન કરાઈ
રૂ. 175 કરોડના ખર્ચ કરવા છતાં આ બાંધકામની મંજૂરી મેળવવા માટે અધિકૃત કરાયેલા સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા પ્લાન તૈયાર કરીને કોર્પોરેશનના સત્તા મંડળ પાસે મંજૂર કરાવવા અંગેની કોઈ જ કાર્યવાહી નથી કરાઈ.

AMC કોઈ કાર્યવાહી કરતું ન હોવાનો આરોપ
સરકારી નાણાનો ગેરકાયદેસર રીતે મિલકતોના બાંધકામ કરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક તરફ કોર્પોરેશન શહેરની દુકાનો અને સીલ કરી રહી છે. જ્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક બિલ્ડિંગની બીયુ પરમિશન નથી. છતાં તંત્ર ત્યાં કોઈ કાર્યવાહી કરતું નથી તેવો પણ આક્ષેપ કર્યો છે.