નૂપુર શર્માનું સમર્થન:અમદાવાદમાં પૂર્વ IPS ડી જી વણઝારાએ કહ્યું- ભૂતકાળમાં ધર્મના નામે દેશના ભાગલા કરાવવાનું ષડ્યંત્ર

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાજપના નેતા નૂપુર શર્માના સમર્થનમાં આજે સાંજે ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇવે પર વિશ્વકર્મા મંદિર હોલમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ આઇપીએસ ડી.જી વણઝારા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. પૂર્વ આઈપીએસ ડી જી વણઝારાએ જણાવ્યું હતું કે, નૂપુર શર્મા દ્વારા જે પણ નિવેદન આપવામાં આવ્યું છે તે ઇસ્લામ ધર્મના શાસ્ત્રોમાં લખેલું છે. આ બાબતે ઇસ્લામની પરંપરા છે, એમાં પણ આ વાતને માનીને ચાલવામાં આવે છે. ઇસ્લામ ધર્મનો ઇતિહાસ છે તે પ્રમાણે આ નિવેદન સાચું છે. ઐતિહાસિક અને ધર્મ પ્રમાણે નિવેદન સાચું હોય અને હલ્લાબોલ કરી અને અમારી લાગણી દુભાઈ છે તેમ કહે એ કાયદેસર રીતે સાચું નથી.

વણઝારાએ વધુમાં ઉમેર્યું હતું કે, નૂપુર શર્મા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે જે સાચો દાખલ નથી થયો અને જેહાદી તત્વો દ્વારા જે રીતે ધરપકડ કરવાની માગણી કરવામાં આવી રહી છે. જે ગુનો દાખલ થયો છે તે ખોટો થયો છે અને તેની ધરપકડ કરવાની કોઈ વાત જ ઉપસ્થિત થતી નથી. આજે લોકો લોકો નૂપુર શર્માના સમર્થનમાં ભેગા થયા હતા. નૂપુર શર્માના નિવેદન બાદ દેશની અંદર અરાજકતા ફેલાવવાનું કામ છે, એટલે કે લાગણી દુભાવાનું તો માત્ર બહાનું છે. ધર્મના નામે ફરીથી દેશના ટુકડા કરાવવાનો આખો ઉદ્દેશ છે. જે અમે નહીં થવા દઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો નૂપુર શર્માને મારી નાખવાની અને તેના પર બળાત્કાર કરવાની ધમકી આપે છે. આવા નરાધમ જેહાદીઓ પર ગુનો દાખલ થવો જોઈએ. અમે નુપૂર શર્માનું સમર્થન કરવાનું ચાલુ કરી દીધું છે અને અમે તેમનું ભવિષ્યમાં પણ સમર્થન કરીશું. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ જે રીતે રોજબરોજનું શર્માનો વિરોધ થાય છે તે મામલે તેઓએ જણાવ્યું હતું કે, આ જેહાદી પરિબળો છે. ધર્મના આધારે આ દેશના ભાગલા થયા છે અને ભૂતકાળમાં લોકોએ દેશના ભાગલા કર્યા તે લોકો આ ફરીથી કરવા માંગે છે. દેશના ભાગલા કરવાની વાત છે અને તેનો બહારના મુસ્લિમ દેશો પણ સપોર્ટ કરી રહ્યા છે.

નારી ગૌરવ સુરક્ષા સમિતિના ઋત્વી પટેલે જણાવ્યું હતું કે, નૂપુર શર્માએ નિવેદન આપ્યું હતું. જે તેણે માફી પણ માંગી લીધી હતી. પરંતુ ત્યારબાદ લોકશાહીને ટોળાશાહીમાં ફેરવી અને અભદ્ર ટિપ્પણીઓ તેમજ ધમકી આપી છે, તેનો હું એક સ્ત્રી અને દેશની દીકરી તરીકે આનો સખત વિરોધ કરું છું. જેની સાથે હજારો લોકો જોડાયેલા છે, એ પણ આવી ધમકીઓ અને નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. આજે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ એક પક્ષ કે સમાજ કે વ્યક્તિનું સમર્થન કે વિરોધ છે જ નહીં. પરંતુ એક મહિલાનો વિરોધ તેમજ તેના પર રેપ કરવાનો, તેના ફોટા પર પેશાબ કરવાનો, તેના પૂતળાને લટકાવવાનો, અભદ્ર ટિપ્પણી કરવાનો વગેરેનો વિરોધ છે. મેં સમાચાર સાંભળ્યા છે કે, આ રીતે વિરોધ માટે રેલીને પરમિશન આપવામાં આવી નથી, છતાં રેલી નીકળે છે. તો લોકો આ વાતને સમજતા હોય તો તેમને હું અભિનંદન આપું છું. બધાએ આના વિરોધમાં અવાજ ઉઠાવવો જોઈએ.

નુપૂર શર્મા સામે આ રીતે તેનું અપમાન થાય છે અને ગુજરાતને દેશનું મોડલ ગણાવવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એક દીકરી કે મહિલા કેમ બહાર ના આવી? આજે બેનરો સાથે મૌન રેલી કરવાના હતા. છતાં આજે કોઈ કારણે પરમિશન આપવામાં ન આપી. આજે બહેન દીકરીની વાત માટે પુરુષો પણ આ કાર્યક્રમમાં આવ્યા તે માટે સૌનો આભાર. હમ ભારત કી નારી હે ફૂલ નહીં ચિનગારી હૈ.

અન્ય સમાચારો પણ છે...