તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટ્રેન્ડિંગ:સુરતમાં આરોગ્યમંત્રીના પુત્રને રોકનાર કોન્સ્ટેબલ સુનિતા ટ્વિટરમાં ટ્રેન્ડિંગ, પૂર્વ IPS DG વણઝારા પણ સપોર્ટમાં જોડાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • #i_support_sunita_yadav ટ્વિટરમાં ટ્રેન્ડ થયું, સુનિતાના સપોર્ટમાં 29 હજારથી વધુ ટ્વિટ કરવામાં આવી

સુરતમાં રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર(કોન્સ્ટેબલ) સુનિતા યાદવ વચ્ચે બબાલ અને બાદમાં સુનિતા યાદવે પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દીધા બાદ ટ્વિટરમાં સુનિતા યાદવને ફુલ સપોર્ટ મળી રહ્યો છે. આજે પણ  #i_support_sunita_yadav ટ્રેન્ડિંગમાં છે. 29 હજારથી વધુ લોકો સુનિતાના સપોર્ટમાં ટ્વિટ કરી ચૂક્યા છે. પૂર્વ IPS DG વણઝારાએ પણ સુનિતા યાદવના સપોર્ટમાં ટ્વિટ કર્યું છે અને સુનિતાની હિંમતને બિરદાવી છે. 

સુનિતા યાદવ અને પ્રકાશ કાનાણીની બબાલ વાઇરલ
સુરતમાં રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર(કોન્સ્ટેબલ) સુનિતા યાદવ વચ્ચે બબાલ થઇ હતી. રાત્રે કર્ફ્યૂના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને સવાલો કર્યા હતા, ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. પ્રકાશ કાનાણીએ 365 દિવસ ફરજ માટે ઉભી રાખવાની ચીમકી આપી હતી. અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતા પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો