CBIની કાર્યવાહી:સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે. રાજેશની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ, સુરત કનેક્શન પણ નીકળ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કે. રાજેશ - ફાઇલ તસવીર - Divya Bhaskar
કે. રાજેશ - ફાઇલ તસવીર
  • થોડા સમય પહેલાં સુરતમાંથી IASના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેઓ કલેક્ટર પદે હતા ત્યારે વ્યાપક ભ્રષ્ટાચાર કરવાના મામલે તેમના રહેઠાણ પર CBIએ દરોડા પાડ્યા હતા અને લાંબી તપાસ બાદ તેમની ધરપકડ કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

CBIએ રહેઠાણ પર દરોડા પાડ્યા હતા
થોડા સમય પહેલાં કે. રાજેશના રહેઠાણ પર CBIએ દરોડા પાડ્યા હતા. સમગ્ર તપાસમાં સુરતમાં પણ કે.રાજેશનું કનેક્શન નીકળ્યું હતું. ત્યારે સુરતમાંથી કે. રાજેશના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી અને આજે CBIની ટીમે કે.રાજેશની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, IAS કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા અને સામાન્ય વહિવટ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી હતાં.

માલિશ માટે 3 કિલો તલનું તેલ માગ્યું હતું
સુરેન્દ્રનગરના ચૂડાના કુડલા ગામના નિવાસી અમરસંગ રાઠોડ નામના ફરિયાદી, જેઓ મગફળી, તલ પકવતા ખેડૂત છે. તેમણે પણ બંદૂક માટે પરવાનો લેવા અરજી કરી હતી. જે-તે સમયે કે. રાજેશ દ્વારા પરવાના અંગે નકારાત્મક અભિપ્રાય આપતાં અમરસંગ રાઠોડ અપીલ માટે ગૃહ વિભાગમાં ગયા હતા. આ સમયે ફરિયાદીના વ્યવસાય સંબંધી માગણી કરી શરીર પર તેલ માલિશ કરવા માટે 3 કિલો તલના તેલની માગણી કરી હતી. જો તલનું તેલ આપવામાં આવશે તો તાત્કાલિક ધોરણે જ પરવાનો આપવામાં આવશે, એવા એફિડેવિટ સાથેની ફરિયાદ અમરસંગ રાઠોડ દ્વારા એસીબી સમક્ષ કરવામાં આવી હતી.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

80 લાખથી વધુની રોકડની લાંચ લીધી
સુરેન્દ્રનગરના તત્કાલીન જિલ્લા ક્લેક્ટર કે. રાજેશ દ્વારા બંદૂકના પરવાના આપતી વખતે લાંચ લેવા બાબતે 20 કરતાં વધુ ફરિયાદીએ એફિડેવિટ સાથે ફરિયાદ કરી હતી, જેમાં પ્રત્યેક અરજદાર પાસેથી કુલ 5 લાખની લાંચ માગવામાં આવતી હતી. એમાં 4 લાખની રોકડ પ્રત્યેક અરજદાર પાસેથી લેવાતી હતી. આમ, 20 કરતાં વધુ ફરિયાદીની ફરિયાદને આધારે જોઈએ તો કે. રાજેશ દ્વારા રૂ. 80 લાખથી વધુ રોકડ રકમની લાંચ લેવાઈ છે.

ચેક પેટે પણ કે. રાજેશ રકમ લેતા હતા
બંદૂકના પરવાના આપતી વખતે ચોક્કસ રકમ ચેકના માધ્યમથી લેવાતી હતી. ચેકથી લેવાયેલી રકમનો જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિકાસ માટે ફંડ તરીકે વપરાશ કરાતો હતો. આમ, પ્રત્યેક અરજદારને બંદૂકનો પરવાનો લેવા માટે રોકડ તથા ચેક એમ બે તબક્કે રકમ ચૂકવવી પડતી હતી.

અઢી મહિના પહેલાં CBIને કેસ સોંપાયો હતો
પૂર્વ સરકારમાં કે. રાજેશ સામે થયેલી ફરિયાદો અન્વયે વર્તમાન સરકારે કાર્યવાહી કરવા માટે તખતો તૈયાર કર્યો હતો. કે. રાજેશ સામે થયેલી ઢગલો ફરિયાદો મુદ્દે અઢી મહિના અગાઉ જ સીબીઆઈને સમગ્ર કેસ સોંપ્યો હતો. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ જ કોઈ રાજ્યમાં સીબીઆઈ કાર્યવાહી કરી શકતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...