વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપને આડેહાથ લીધી હતી અને મોદી સરકાર ક્રિમિનલ અને કરપ્શન કમિશન પર ચાલતી સરકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટનાને લઈને તંત્ર કરપ્શન કર્યું હોય તેવું સામે આવ્યું છે. દિગ્વિજયસિંહે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલ ભલા માણસ હતા.
આજે નાનો વ્યાપારી GSTથી ત્રસ્ત
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુજરાત સદીઓથી વ્યવસાયનું કેન્દ્ર રહ્યું છે. આયાત-નિકાસ અહીંના માધ્યમનો દ્વારા થાય છે. ગુજરાતના લોકો દેશમાં ઈમાનદારી, વ્યવસાય માટે જાણીતા છે. ગુજરાતની સ્થાપના બાદ અલગ-અલગ કંપનીની અંકેલશ્વર, રાજકોટમાં સ્થાપના થઇ. આ તમામ બાબતે એમ કહેવામાં આવે છે કે ભાજપે વિકાસ કર્યો છે. નોટબંધીમાં ચાર વાયદા કરવામાં આવ્યા હતા કે કાળુ નાણું, ભ્રષ્ટાચાર, આતંકવાદ સમાપ્ત થશે. ડો મનમોહનસિંહે કહ્યું કે આ બોવ મોટો સ્કેમ છે અને gdp ગગડી જશે. મોદીજી GSTનો વિરોધ કરતા હતા. આજે નાનો વ્યાપારી GSTથી ત્રસ્ત છે.
ગુનેગાર જેલમાંથી બહાર આવતા જ ફૂલહાર કરાય છે
દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, કોરોનામાં પણ આ સરકાર નિષ્ફળ નીવડી છે. કોરોનામાં વેક્સિન તૈયાર થઈ તેના ઓર્ડરમાં પણ મોડું થયું અને લાખો લોકોના મૃત્યુ થયા. મૃત્યુ પામ્યા લોકોને આજે પણ વળતર મળ્યું નથી. ભ્રષ્ટાચાર માટે સૌથી મોટી ઘટના મોરબીની સામે આવે છે. મોરબીની ઘટના વખતે હું ભુજમાં હતો અને પરિવર્તન યાત્રા હતી. સવારે હું મોરબી ગયો ત્યાં જે જાણકારી મળી તે ભૂલી શકાય તેમ નથી. આ પુલમાં જૂનો નિયમ હતો કે 25 લોકો નીકળ્યા બાદ બીજાને પ્રવેશ મળે. જ્યારે ઘટના બની ત્યારે પણ કોઈ પોલીસ ત્યાં ન હતી. ચાર કિલોમીટર દૂર ભાજપની સભા હતી તેમ છતાં તે સભા 7 વાગ્યા સુધી ચાલી હતી. આ દુર્ઘટના બાદ ભાજપની સભા ચાલી એની અમે નિંદા કરીએ છીએ. અહીંના ગુનેગાર જેલમાંથી બહાર આવે ત્યારે ફૂલહાર કરવામાં આવે છે.
ભુપેન્દ્ર પટેલને અને શિવરાજ સિંહને ફેલ મુખ્યમંત્રી ગણાવ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2008માં અજંટા કંપની સાથે mou થયા જે ઘડિયાળ બનાવે છે. આ કોન્ટ્રાક્ટ મેન્ટેનેન્સ હતો તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થયો તેમ છતાં પ્રશાસન ઊંઘતું રહ્યું. ફરી કોન્ટ્રાક્ટ આપ્યો તો તેનું 2 કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું. આ સાથે સાથે યોગી આદિત્યનાથ અને ભુપેન્દ્ર પટેલને અને શિવરાજ સિંહને ફેલ મુખ્યમંત્રી ગણાવ્યા હતા. મોરબીની ઘટનામાં મોરબીની ઘટનામાં સરકારે આરોપીઓને છાવવાનું કામ કરી રહી છે. મુખ્ય આરોપીઓ છે તેને પકડવામાં નથી આવી રહ્યા અને સરકારે પોતાની સંવેદનશીલતા ગુમાવી છે.
કેજરીવાલ અને Aimim પાર્ટીને ભાજપની બે ટીમ
દિગ્વિજયસિંહ કેજરીવાલ અને Aimim પાર્ટીને ભાજપની બે ટીમ કહી હતી અને આ બંને પક્ષો માત્ર વોટ તોડવાનું જ કામ કરી રહી છે. કેજરીવાલના દાવાને પોકળ સાબિત કરીને જણાવ્યું હતું કે કેજરીવાલના મંત્રીઓ જ કરપ્શનમાં જેલમાં ગયેલા છે. ત્યારે બંને પાર્ટીઓ માત્રને માત્ર આરએસએસના ઈશારા ઉપર કામ કરતી હોય તેવા આક્ષેપ લગાવ્યા છે.
કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લોકોને નોકરીઓ આપવામાં આવે છે
દિગ્વિજયસિંહે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડીજી વણઝારાના પણ મહત્વના નિવેદનને પત્રકારો સમક્ષ મૂક્યા હતા અને જણાવ્યું હતું કે વણઝારાએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે 27 વર્ષમાં ભાજપની સરકાર દ્વારા કોઈપણ પ્રકારના કામો કરવામાં આવ્યા નથી. ગુજરાતમાં માત્ર અને માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લોકોને નોકરીઓ આપવામાં આવે છે અને તેમનું એક પ્રકારનું આ શોષણ જ થઈ રહ્યું છે. ભાજપના કહેવાતા દલાલો દ્વારા પેપર લીક કાંડ કરવામાં આવ્યું છે. જે લોકો સરકારની સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે. તેમની પાછળ સીબીઆઇ અને ઇડી જેવી એજન્સીઓ છોડી દેવામાં આવે છે અને એને લઈને જ લોકો પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી.
દિગ્વિજયસિંહના હસ્તે જનમત નામની એપ લોન્ચ
કોંગ્રેસ ઓફિસ ખાતે દિગ્વિજયસિંહના હસ્તે જનમત નામની એક એપ લોન્ચિંગ કરવામાં આવી હતી જેના થકી સોશિયલ મીડિયામાં કોંગ્રેસનો અવાજ લોકો સુધી પહોંચી શકે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.