અમદાવાદ:પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સાણંદ APMCની મુલાકાત લીધી, ખેડૂતોને પડતી તકલીફોની જાણકારી મેળવી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકરસિંહ વાઘેલાએ ખેડૂતો સાથે તેમને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હતી - Divya Bhaskar
શંકરસિંહ વાઘેલાએ ખેડૂતો સાથે તેમને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હતી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે સાણંદ એપીએમસીની મુલાકાત લીધી હતી. જેમાં તેમનો હેતુ લોકડાઉનના સમય દરમિયાન પ્રજાજનોને અનાજ કરિયાણું, શાકભાજી અને અન્ય દૈનિક જરૂરિયાત પૂરી પાડી તે જગતના તાત ખેડૂતને શું તકલીફ છે? પોષણ ક્ષમ ભાવ મળે છે કે કેમ? દલાલો અને વચોટિયાઓ ખેડૂતની પરસેવાની કમાણીનું પૂરું વળતર આપે છે કે કેમ? ખાતર, પાણી, દવા, બિયારણ વગેરે સમયસર અને ગુણવત્તા વાળું મળે છે કે કેમ? એવા ખેતી અને ખેડૂતના પાયાના પ્રશ્નો જાણવાનો હતો. આ સાથે શંકરસિંહ વાઘેલાએ સાણંદ એપીએમસીના સ્વચ્છતા, પીવાના પાણાને લગતા પ્રશ્નોને લઇને સ્થાનિક ખેડૂતો અને એપીએમસીના વેપારીઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન શંકરસિંહ વાઘેલાએ આજુબાજુના ગામોની મુલાકાત કરી કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાઓની જાણકારી મેળવી અને યોગ્ય ઉકેલ માટે મદદરૂપ થવાની ખાતરી આપી.

અન્ય સમાચારો પણ છે...