વિવાદ:પૂર્વ કુલપતિ ડૉ. આદેશ પાલ સામે ભ્રષ્ટાચાર પુરવાર, પગલાં નહીં; લોકાયુક્ત તપાસમાં 1.70 કરોડની ગેરરીતિ પકડાઈ : કોંગ્રેસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદા મુજબ પોલીસ ફરિયાદ કરવી પડે છતાં કાર્યવાહી ન થઈ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. આદેશ પાલે કરેલાે ભ્રષ્ટાચાર લોકાયુક્તમાં પુરવાર થયો છે, પરંતુ તેની વસૂલાત માટે ગુજરાત યુનિવર્સિટીએ કોઈ કાર્યવાહી કરી નથી.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું છે કે, ‘યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. આદેશ પાલ સામે ગુજરાત લોકાયુક્તની તપાસમાં રુ. 1.70 કરોડ કરતા વધુનો ભ્રષ્ટાચાર પુરવાર થયો હોવા છતાં આ રકમની વસૂલી માટે યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા કે અન્ય કોઈ કારોબારીના સભ્યો કેમ કોઈ કાર્યવાહી કરતા નથી? સરકાર તપાસ અને નાણાકીય નિયમો મુજબ પોલીસ ફરિયાદ કરવાની થાય તેમ છે, પરંતુ તેમ છતાં આજદિન સુધી આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પૂર્વ કુલપતિ ડો. આદેશ પાલે કરેલ ગેરરીતિના નાણાં વસૂલ કરવાના વિલંબ માટે સરકાર ગુજરાત યુનિવર્સિટી સામે પગલાં ભરે તે જરૂરી બન્યું છે. આદેશ પાલના ભ્રષ્ટાચાર મામલે જે તે સમયે વિપક્ષે ખૂબ જ આક્રમક આંદોલન કરીને સમગ્ર ગુજરાતનુ ધ્યાન ખેચ્યું હતું. આખરે માત્ર 11 મહિનામાં કુલપતિ આદેશ પાલને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...