અમદાવાદ શહેરના પૂર્વ મેયર બિજલબેન પટેલના પતિ રૂપેશભાઈ પટેલનું આજે સાંજે દુ:ખદ અવસાન થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ બ્રેઈન હેમરેજના કારણે તેઓને સાંજે SVP હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું અવસાન થયું હતું. આજે મોડી સાંજે તેઓના પાલડી ગામ ખાતેના નિવાસસ્થાનેથી અંતિમયાત્રાથી એલિસબ્રિજ સ્મશાનગૃહ વી.એસ. હોસ્પિટલ જશે. જ્યાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પૂર્વ મેયરના પતિના અવસાનના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શહેર પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત, ભાજપના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રૂપેશ પટેલ સાંજના સમયે ટુ-વ્હીલર લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેઓ વાહન પરથી પડી ગયા હતા. આ બાદ આસપાસના લોકોએ તેમને હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી, પરંતુ તેઓ ઘરે જતા રહ્યા હતા. આ બાદ ઘરે ફરીથી પડી જતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું નિધન થઈ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.