તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:​​​​​​​સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડાતા ઝીરો ઓક્સિજનની સ્થિતિનું નિર્માણ, આ પાણીથી ઉગતો પાક પણ ઝેરી; HCમાં એમિક્સ ક્યુરીનો રિપોર્ટ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • ગટર કે નદીમાં ગેરકાયદે કેમિકલ છોડનારા એકમોને સીલ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા HCનું અવલોકન

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા અંગે એમિક્સ ક્યુરીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટ મુજબ પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં છોડવાને કારણે રિવરફ્રન્ટ સ્થિત નદીના પાણીમાં ઝીરો ઓક્સિજનની સ્થિતિનું થયું છે. ઝીરો ડિઝોલ્વ ઓક્સિજનનો અર્થ મૃત પાણી ગણી શકાય છે, જેથી પાણીમાં રહેનાર જીવ સૃષ્ટિ જીવવું મુશ્કેલ બની શકે છે. રિપોર્ટમાં એમિક્સ ક્યુરી (ક્યુરી)એ એક જોઈન્ટ ટાસ્ક ફોર્સ રચવા માટેનું સૂચન કર્યું છે. જેમાં કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત જ્યૂડીશ્યલ ઓફિસર, એ.એમ.સી., જી.પી.સી.બી. ટોરેન્ટ પાવર અને પોલીસને પણ સામેલ કરવા માટેની ભલામણ કરવામાં આવી છે.

એમિક્સ ક્યુરીએ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો
મહત્વની વાત એ છે કે, એમિક્સ ક્યુરીએ 2 કંપનીઓને અનટ્રીટેડ પાણી છોડવા બાબતે એ.એમ.સીએ આપેલી પરમિશનનો લેટર પણ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં દાણીલીમડા અને અન્ય ઔદ્યોગિક વિસ્તારમાંથી છોડવામાં આવતા પાણી અંગેની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતે AMCએ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મુકતા એસ.ટી.પી પ્લાન્ટના અપગ્રેડેશન માટે 740 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની વાત પણ કહી છે. આ બાબતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પોતાનો જવાબ રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય પણ માગ્યો છે.

ગેરકાયદે કેમિકલ છોડનારા એકમો સામે કાર્યવાહી કરવા સૂચન
​​​​​​​
આ રિપોર્ટ બાબતે ગુજરાત હાઈકોર્ટે સુએઝમાં કે નદીમાં ગેરકાયદે એફ્લૂએન્ટ છોડનારા એકમોને સીલ કરવા માટે કોર્પોરેશન અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જરૂરી કાર્યવાહી કરવા અવલોકન કર્યું છે, જેમાં કલેક્ટરને પણ પક્ષકાર તરીકે જોડવા જરૂરી હોવાનું કહ્યું છે. ખેતીમાં પ્રદૂષિત પાણીના ઉપયોગથી ઉગતો પાક ઝેર સમાન હોવાના કોર્ટ મિત્રના નિવેદનની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે. સૌથી મોટી વાત એ છે કે નદીને પ્રદુષિત કરતા એકમોના વીજળી કનેક્શન કાપવાના સૂચનને પણ ધ્યાને લેવાનું અવલોકન કોર્ટે કર્યું છે. આવતીકાલે હાઇકોર્ટ એમિક્સ ક્યુરીના રિપોર્ટના આધારે એક વચગાળાનો આદેશ કરી શકે છે.