• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Formation Of Special Court To Hear Cases Against MP MLAs, High Court Said, "Trials Have Been Completed In Some States. Special Courts Are Not Functioning In Gujarat.

સુઓમોટો:MP- MLA સામેના કેસ ચલાવવા ખાસ કોર્ટની રચના બાબતે હાઈકોર્ટે કહ્યું- કેટલાક રાજ્યોમાં ટ્રાયલ પૂર્ણ થઈ, ગુજરાતમાં સ્પે.કોર્ટ કાર્યરત નથી?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરી
  • સાંસદ-ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસ અંગે સુપ્રીમ કોર્ટે દૈનિક રીતે ચલાવી નિકાલ કરવા નિર્દેશ આપ્યા હતા

રાજ્યના પૂર્વ અને વર્તમાન સાંસદ અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસ માટે ખાસ અદાલત અંગે સુઓમોટો જાહેરહિતની અરજી અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સરકારના વલણ સામે નારાજગી દર્શાવીને સવાલ કર્યો હતો કે, રાજ્યમાં સ્પેશિયલ કોર્ટ નથી કે શું! ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કેમ નથી કરવામાં આવી? આ અંગે સુપ્રીમ કોર્ટ તરફથી તમામ રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે તેમ છતાંય, જો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કન્ટેમ્પ્ટ થઈ શકે છે.

સુપ્રીમના આદેશ છતાં ગુજરાતમાં પાલન નહીં
રાજ્યની અલગ અલગ કોર્ટોમાં ધારાસભ્યોને સંસદસભ્યો સામે ચાલી રહેલ ક્રિમિનલ કેસ અંગે સુપ્રીમ કોર્ટે દૈનિક રીતે ચલાવી તેનો નિકાલ કરવા નિર્દેશ આપ્યા હતા. જોકે તેમ છતાં હજુ સુધી ગુજરાતમાં તેનું પાલન નથી થયું. જે અંગે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ બાબતને ગંભીર ગણાવીને કોર્ટે ટકોર કરી કે, 'કેટલાય રાજ્યોમાં તો ટ્રાયલ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે, તો ગુજરાતમાં શું તેની વ્યવસ્થા નથી કરાઈ! જે કોર્ટે હાલ ચાલી રહી છે, તેમને ડેઝિગ્નેટેડ કોર્ટ તરીકે કામ સોંપી શકાય છે'

26 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે
આ મામલે રાજ્ય સરકાર વતી સરકારી વકીલ દ્વારા હાલ આ અંગે શું કાર્યવાહી ચાલી રહી છે, તે અંગે જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરવામાં આવી છે. જેથી આગામી 26 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે. જેમાં રાજ્ય સરકાર તે અંગેનું નોટિફિકેશન રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...