તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો ડર:વસ્ત્રાલમાં ભેંસના બચ્ચાનું મારણ કરતાં વન વિભાગે 3 પાંજરા મુક્યા, આખી રાત પેટ્રોલિંગ કર્યું

અમદાવાદએક મહિનો પહેલા
વન વિભાગે વસ્ત્રાલમાં 3 પાંજરા મૂકીને જંગલી પ્રાણીને પકડવા કમર કસી છે - Divya Bhaskar
વન વિભાગે વસ્ત્રાલમાં 3 પાંજરા મૂકીને જંગલી પ્રાણીને પકડવા કમર કસી છે
  • દીપડો નહીં બીજું કોઈ જંગલી પ્રાણી હોવાનું સ્થાનિકોનું અનુમાન

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક દિવસોથી દીપડો હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે સોમવારે વસ્ત્રાલમાં ભેંસનું બચ્ચું મારણ થયેલી હાલતમાં મળી આવ્યું હતું. જેથી હવે વસ્ત્રાલના સ્થાનિકોમાં ડર જોવા મળી રહ્યો છે. અગાઉ વસ્ત્રાલમાં એક મંદિર આગળના CCTVમાં પણ કોઈ જંગલી જાનવર જોવા મળ્યું હતું. જેથી વસ્ત્રાલ ગામમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં દીપડો છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી ત્યારે DivyaBhaskarની ટીમે વસ્ત્રાલની મુલાકાત દરમિયાન સ્થાનિકો સાથે વાતચીત કરી હતી.

વસ્ત્રાલથી દીપડો સનાથલ પહોંચ્યો હોવાની સ્થાનિકોને શંકા

વસ્ત્રાલના ભાભીયાવાસ ભેંસનું બચ્ચું મારણ કરેલી હાલતમાં મળી આવ્યું હતું. જેની આજુબાજુના વિસ્તારમાં કોઈ જંગલી પ્રાણીના પંજાના નિશાન જોવા મળ્યા હતા. જો કે, હજુ એ પંજાના નિશાન કોના છે એને પુષ્ટિ થઈ નથી ત્યારે DivyaBhaskarની ટીમે વસ્ત્રાલની મુલાકાત દરમિયાન સ્થાનિક સાથે વાતચીત કરી તેમાં તેઓએ જણાવ્યું હતું કે, અહીંયા અગાઉ કોઈ જાનવર દેખાયું હતું. તે વખતે પણ અમે વન વિભાગને જાણ કરી હતી. ત્યારે પણ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. સાથે પાંજરા પણ મુક્યા હતા. મને લાગે છે કે આ એજ દીપડો અહીંયાથી આગળ વધી સનાથલ હાઇવે પર પહોંચ્યો હશે. જોકે હજુ પણ અહીંયા કોઈ જંગલી જાનવર હોય તેવું લાગી રહ્યું છે. જેને પગલે વન વિભાગની ટીમને અમે જાણ કરી છે. સાથે અહીંયાના સ્થાનિકને ડર પણ સતાવી રહ્યો છે.

ભેંસના બચ્ચાનું પોસ્ટમોર્ટમમાં જણાયું કે તેને મારીને કોઈ નાખી ગયું
આ મામલે વન વિભાગ સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે, વસ્ત્રાલમાં ભેંસનું બચ્ચું મારણ કરેલી હાલતમાં મળી આવ્યું છે. જો કે તેના પીએમ જાણવા મળ્યું હતું કે તેના મોત બાદ કોઈ અહીંયા નાખી ગયું છે પણ જાનવરના પંજાના નિશાન પણ અહીંયા જોવા મળ્યા, કૂતરાના હતાં. છતાં અમે પાંજરા ગોઠવ્યા છે, સાથે રાત્રી દરમિયાન અમે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે

રવિવારે અજાણ્યા વાહનની અડફેટે એક દીપડાનું મોત થયું હતું
રવિવારે રાત્રે સરખેજથી સાણંદ વચ્ચેના સનાથલ ચોકડી પર એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી વન વિભાગએ તપાસ શરૂ કરી હતી અને જેમાં સનાથલથી નરીમનપુરા સુધી 3 કિમી દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા. જો કે વન વિભાગ પણ આ દીપડો ક્યાંથી આવ્યો અને બીજા દીપડા તેની સાથે છે કે કેમ? તે અંગેની તપાસ કરી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો