• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Forest Department Orders Removal Of Safari's 180 Gypsy Driver Cabin; 37 Species Of Animals, Including Lions; Arrangement For 360 Degree View Of 300 Species Of Birds

ગીરમાં હવે ખુલ્લંખુલ્લા ‘લાયન સફારી’:સફારીની 180 જીપ્સીના ડ્રાઇવર કેબિન હટાવવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આદેશ; સિંહ સહિત 37 જાતનાં પ્રાણી; 300 જાતનાં પક્ષીઓના 360 ડિગ્રી વ્યૂ માટે વ્યવસ્થા

અમદાવાદ, જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સફારી માણવા આવેલા પ્રવાસીઓ હવે ખુલ્લી જીપમાંથી જ સિંહ દર્શન કરી શકશે - Divya Bhaskar
સફારી માણવા આવેલા પ્રવાસીઓ હવે ખુલ્લી જીપમાંથી જ સિંહ દર્શન કરી શકશે

એશિયાટીક સિંહ માટેનાં એકમાત્ર રહેઠાણ એવા ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓ હવે સિંહ અને અન્ય વન્યજીવોનો 360 ડિગ્રી વ્યૂ માણી શકશે. કારણ કે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાયન સફારીમાં જતાં તમામ જીપ્સી માલિકોને આદેશ આપ્યો છે કે તેઓ તેમની જીપ્સીમાં આગળ રાખેલી ડ્રાઇવર કેબિન કાપી નાંખે જેથી જીપી ચારેય બાજુથી ખુલ્લી થઇ જાય અને પ્રવાસીને જો સિંહ આગળ પણ બેઠો હોય તો તેનો વ્યૂ મળે અને સારી રીતે ફોટોગ્રાફી થઇ શકે.

સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓ
સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓ

આ નિર્ણયથી વાઇલ્ડલાઇફ લવર્સ ખુશ થઇ ગયા છે કારણ કે હવે ગીરમાં લાયન સફારીની તુલના આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ટુિરઝમ સાથે કરી શકાશે. સૂત્રોનાં જણાવ્યા મુજબ, 180 જેટલા જીપ્સી માલિકોને આગળની ડ્રાઇવર કેબિન હટાવી દેવા માટે કહેવાયું છે. જેમાં કેટલાયે તે કાઢી નાંખી છે. વાઇલ્ડ લાઇફ લવર ઝુબીન આશરાને આ નિર્ણય વિશે પૂછાતાં તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયને પગલે ગીર સેન્ક્ચ્યુરીએ ગ્લોબલ ટુરીઝમ ક્ષેત્રે વધુ એક ડગ માંડ્યું છે. હું ઘણા ટાઇગર રીઝર્વમાં ફોટોગ્રાફી માટે ગયો છું જ્યાં જીપ બધી બાજુથી ઓપન જ હોય છે. હવે ડ્રાઇવર પાછળ બેસેલા ટુરીસ્ટને આગળનાં પ્રાણી અને પક્ષી જોવામાં કોઇ બાધા નહીં આવે. સાથે વન્યજીવને જોવા માટે પાછળ બેસેલા ટુરીસ્ટમાં મુવમેન્ટ પણ ઓછી થશે જેથી વન્યજીવ ડીસ્ટર્બ નહીં થાય.

ગીરમાં 37 જાતનાં વન્યપ્રાણી તેમજ 300 જાતનાં પક્ષીઓ મળે છે. તે અમે હવે પ્રવાસીઓને સરળતાથી બતાવી શકીશું. 180 જેટલી જીપ્સીમાં હવે આગળ ડ્રાઇવર કેબિન હટાવી દેવામાં આવશે.દિવ્ય ભાસ્કરે આ વિશે સાસણ ગીરનાં ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો. મોહન રામ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

શા માટે આ નિર્ણય?
સ્થાનિક ગાઇડે જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી ડ્રાઇવરની બાજુમાં બેસીને સાઇટિંગ કરીને ટુરીસ્ટને જણાવતાં હતાં. તેમાં કેબિનની કમાન, અને ઉપરની બોડી નડતી હતી. હવે અમે પ્રવાસીઓ સાથે સરળતાથી ઇન્ટરેક્ટ કરી શકીશું. એનિમલ અને બર્ડ સાઇટિંગમાં પણ સરળતા રહેશે. ખાસ કરીને પક્ષીઓ જોવામાં.

સિંહ સિવાય 337 પ્રાણી-પક્ષી પણ ગીરનું ઘરેણું
ગીરના જંગલમાં સિંહ ઉપરાંત ચિત્તલ, સાબર, નીલગાય, ચોશીંગા, ચિંકારા, મગર, દિપડા, બાજ, ઘૂવડ, સમડી, પોપટ, ઇગ્રેટ, પીફાઉલ, કિંગફિશર, સન બર્ડ, કોયલ, મેના, કબતર, બુલબુલ, ટેલર બર્ડ સહિતના પ્રાણીઓ, પક્ષીઓ જોવા મળે છે.

ખુલ્લી જીપમાં કોઈ ખતરો નહીં
ગીર ખાતેના એક ગાઇડે જણાવ્યું હતું કે જ્યાં સુધી સિંહને આપણાથી ખતરો ન લાગે ત્યાં સુધી સિંહ હુમલો કરતો નથી. તમે જીપમાં અવાજ કર્યા વિના શાંતિથી સિંહ દર્શન કરો તો સિંહ તમને કશું કરતો નથી.

અન્ય સમાચારો પણ છે...