તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહીની માગ:બોલિવૂડ અભિનેતા આમિર ખાન સિંહદર્શન કરી શકે એ માટે વન વિભાગે સિંહોને બંધક બનાવ્યા, હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખાયો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મોકો મળે તો એકવાર જરૂર અહીં આવવું જોઇએઃ આમિર ખાન. - Divya Bhaskar
મોકો મળે તો એકવાર જરૂર અહીં આવવું જોઇએઃ આમિર ખાન.
 • પોરબંદરમાં રહેતા સામાજિક કાર્યકર ભાનુભાઈ ઓડેદરાએ પત્ર લખીને કાર્યવાહી કરવાની માગ કરી

બોલિવૂડ અભિનેતા આમિર ખાન ગુજરાતમાં એશિયાટિક સિંહોને નિહાળી અભિભૂત બની ગયા હતા. આમિર ખાને પરિવારજનો સાથે દસથી વધુ વાહનોમાં સાસણમાં જંગલ સફારીનો લહાવો લીધો હતો. અલગ અલગ રૂટ પર 10થી વધુ સિંહો જોયા હતા. આમિર ખાને જણાવ્યું હતું કે વેડિંગ એનિવર્સરી મનાવવા માટે ક્યાં જઈએ એ વિચારતાં વિચારતાં અમે ગુજરાતમાં ગીરને પસંદ કર્યું હતું અને અહીં આવ્યા હતા. હવે આ મુદ્દે ફરી વિવાદ શરૂ થઈ ગયો છે. અભિનેતા આમિર ખાનની ગીર મુલાકાત સંદર્ભે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે કે આમિર ખાન સિંહદર્શન કરી શકે એ માટે વન વિભાગ દ્વારા સિંહને બંધક બનાવવામાં આવ્યા હતા, તેથી આ ઘટના અંગે વન વિભાગના જવાબદાર કર્મચારીઓ સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઇઓ મુજબ પગલાં લેવાની જરૂર છે.

50 લોકો ગીર અભયારણ્યની મુલાકાતે આવ્યા હતા.
50 લોકો ગીર અભયારણ્યની મુલાકાતે આવ્યા હતા.

સામાજિક કાર્યકર ભાનુભાઈ ઓડેદરાએ પત્ર લખ્યો
પોરબંદરમાં રહેતા સામાજિક કાર્યકર ભાનુભાઈ ઓડેદરાએ પત્રમાં રજૂઆત કરી છે કે 27 ડિસેમ્બરના રોજ અભિનેતા આમિર ખાન અને તેના પરિવાર સહિત આશરે 50 લોકો ગીર અભયારણ્યની મુલાકાતે આવ્યા હતા. આ લોકો સિંહદર્શન કરી શકે એ માટે સિંહોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમના રૂટ પર સિંહોને રેડિયો કોલર પહેરાવી રાખવામાં આવ્યા હતા, જેથી તેઓ સિંહદર્શન કરી શકે. સિંહ શિડયૂલ-1માં આવતું સંરક્ષિત પ્રાણી છે, એની આવી પજવણી બદલ વન વિભાગના જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી જોઇએ. આ ઉપરાંત ગીરમાં આવતા વી.વી.આઇ.પી. મુલાકાતીઓ માટે અવારનવાર સિંહની પજવણી થતી હોય છે, જેથી સિંહના યોગ્ય સંરક્ષણ માટે કોર્ટે જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.

જંગલમાં સફારી દરમિયાન આમિર ખાન સાથે વન વિભાગના ટ્રેકર્સ સહિતનો સ્‍ટાફ હતો.
જંગલમાં સફારી દરમિયાન આમિર ખાન સાથે વન વિભાગના ટ્રેકર્સ સહિતનો સ્‍ટાફ હતો.

10થી વધુ વાહનોમાં જંગલ સફારી કરી
બોલિવૂડ સુપરસ્‍ટાર આમિર ખાન તેમની વેડિંગ એનિવર્સરીની ઉજવણી અર્થે પરિવારજનો સાથે વિશ્વપ્રખ્‍યાત સાસણ ગીરની મુલાકાતે શનિવારે સાંજે આવી પહોંચ્યા હતા. સાસણ ગીરમાં આવેલી વૂડઝ હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. રવિવારે વહેલી સવારે 6 વાગ્‍યે આમિર ખાન પરિવારજનો સાથે હોટલથી સાસણ ગીરના નેશનલ પાર્ક પહોંચ્યા હતા, જયાં તેમનું જંગલમાં સફારી કરવા જવા માટે અગાઉથી બુકિંગ હોવાથી દસથી વધુ જિપ્‍સી સહિતની કારોમાં જંગલના રાજા સિંહો જોવા ગીર જંગલની સફારીમાં નીકળ્યા હતા.

આમિર ખાન પરિવાર સાથે ફરવા માટે ગીર-પોરબંદર આવ્યો હતો.
આમિર ખાન પરિવાર સાથે ફરવા માટે ગીર-પોરબંદર આવ્યો હતો.

આમિર ખાને ગીર જંગલની વિશેષતા જાણી
જંગલમાં સફારી દરમિયાન આમિર ખાન સાથે વન વિભાગના ટ્રેકર્સ સહિતનો સ્‍ટાફ રહ્યો હતો. સ્‍ટાફ પાસેથી આમિર ખાને ગીર જંગલની વિશેષતા જાણી હતી. અંદાજે સવાબે કલાક સુધી આમિર ખાન તેનાં પરિવારજનો સાથે જંગલ સફારીના જુદા-જુદા રૂટો પર ફરી જંગલના રાજા સિંહ-સિંહણને ટહેલતાં અને આરામ ફરમાવતાં નિહાળ્‍યાં હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો