• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Foreigners Will Study Indian Economics, Vedas, Upanishads, 889 Students From 5 Countries Including India Took Admission In 12 New Courses Of GTU

શિક્ષણ:ભારતનું અર્થશાસ્ત્ર, વેદ, ઉપનિષદ ભણશે વિદેશીઓ, ભારત સહિત 5 દેશોના 889 વિદ્યાર્થીઓએ GTUના 12 નવા કોર્ષમાં એડમિશન લીધું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
GTUની ફાઈલ તસવીર - Divya Bhaskar
GTUની ફાઈલ તસવીર
  • ભારત સહિત સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, કુવૈત અને ટાન્ઝાનિયાના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
  • જીટીયુ અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 12 શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરાયા

તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ અને વારસાના શરૂ કરવામાં આવેલા 12 શોર્ટ ટર્મ કોર્સમાં ભારતના 21 રાજ્યો સહિત અન્ય 5 દેશોમાંથી કુલ 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક શાખાના વિદ્યાર્થીઓને અન્ય શાખાનું પણ જ્ઞાન મળી રહે તે બાબતેની યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવેલ છે.

પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસારનો પ્રયાસ
ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે, જીટીયુ દ્વારા વિવિધ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દરેક યુનિવર્સિટીએ બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતાં આપણા ઈતિહાસ, સંસ્કૃત્તિ અને વારસાને ઉજાગર કરતાં કોર્સ શરૂ કરવા જોઈએ. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન ખેરે પ્રવેશ મેળવનારને શુભકામના પાઠવી હતી.

કયા કયા કોર્ષ શરૂ કરાયા?
જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને દર્શન, ભારતીય વિચારધારા, પ્રાચીન ભારતીય જ્ઞાન, આધુનિક ભારતીય સાંસ્કૃતિક તત્વજ્ઞાન વગેરેને લગતાં અભ્યાસક્રમો શરૂ કરવાનો છે. તાજેતરમાં શરૂ કરાયેલ સ્ટડી ઓફ વેદાસ, પ્રાચીન ભારતીય વાસ્તુકલા, ભારતીય કલા, સ્ટડી ઓફ પુરાણ, પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા, વૈદિક સંસ્કૃતિ, સ્ટડી ઑફ ઉપનિષદ, ભારતીય સંસ્કૃત્તિ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન, પ્રાચીન ભારતીય સાહિત્ય અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમો સૌથી વધુ યુવાઓએ પ્રવેશ મેળવ્યો છે.

238 લોકોએ સ્ટડી ઓફ વેદાસ માટે એડમિશન લીધું
“સ્ટડી ઑફ વેદાસ” પ્રવેશ મેળવનારની પ્રથમ પસંદગી રહી છે, જેમાં 238 લોકોએ પ્રવેશ મળવ્યો છે. જ્યારે કૌટીલ્યનું અર્થશાસ્ત્ર અને પોલિટીકલ સાયન્સ તથા પ્રાચીન ભારતીય વિજ્ઞાન અનુક્રમે દ્વિતીય અને તૃતીય સ્થાને પસંદગી રહી છે. ભારત સહિત, સાઉદી અરેબિયામાંથી કૌટીલ્યનું અર્થશાસ્ત્ર અને પોલિટીકલ સાયન્સ અને સ્ટડી ઓફ વેદાસ માટે, ઓસ્ટ્રેલિયામાંથી સ્ટડી ઓફ વેદાસ અને પ્રાચીન ભારતીય વિજ્ઞાન જ્યારે કુવૈતથી અને ટાન્ઝાનિયામાંથી સ્ટડી ઓફ ઉપનિષદ માટે અનેક લોકોએ પ્રવેશ મેળવ્યો છે.