તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:અમદાવાદની હોટલોમાં રહીને સોશિયલ મીડિયાથી દેહવિક્રયનો ધંધો ચલાવતી વિદેશી મહિલાની ધરપકડ

અમદાવાદ10 દિવસ પહેલા
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલી વિદેશી યુવતી
  • વિદેશી મહિલા ખોટા વિઝા પર કેન્યાના નાઇરોબીથી 5 વર્ષથી ભારત આવતી જતી હતી.
  • વાડજ વિસ્તારની રેડ એપલ હોટલમાંથી ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઝડપી.

ખોટા વિઝા મેળવી ભારત આવીને અમદાવાદ શહેરમાં વિવિધ હોટલમાં રહી સેક્સ રેકેટ ચલાવતી વિદેશી મહિલાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી વિદેશી મહિલા હોટલમાં રહેતી હતી અને સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરી દેહવિક્રિયનો ધંધો ચલાવતી હતી. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને ઝડપી લીધી હતી. પોલીસે હવે આરોપીએ કઈ જગ્યાએ પાસપોર્ટ બનાવ્યો હતો વગેરેની તપાસ શરૂ કરી છે.

દેહવિક્રયના ગોરખધંધાનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બાતમી મળી હતી કે, જુના વાડજ વિસ્તારમાં આકાંક્ષા કોમ્પલેક્ષમાં આવેલી હોટલ રેડ એપલમાં એક વિદેશી મહિલા રહે છે અને ખોટા વિઝા પર ભારત આવી છે. જેના આધારે મહિલા પોલીસને સાથે રાખી હોટલમાં તપાસ કરતા કેન્યા દેશ નાઇરોબીની કિમોન્ડો નામની મહિલાને રૂમ નંબર 301માંથી ઝડપી લીધી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

2017થી ગેરકાયસેર રીતે શહેરમાં હતી વિદેશી મહિલા
આ વિદેશી મહિલા પાસે રહેલા પાસપોર્ટ અને વિઝાની તપાસ કરવામા આવતા ખોટા વિઝા પર ભારત આવી હોવાનું જાણવા મળ્યું હતું. 2 માર્ચ 2021થી 21 ઓગસ્ટ 2021 સુધીના વિઝા હતા. ક્રાઈમ બ્રાન્ચ એસીપી ડી.પી. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોપી મહિલા 2017થી ગેરકાયદેસર રીતે રહેતી હતી. અમદાવાદમાં રહી સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ મારફતે લોકોનો સંપર્ક કરી અને દેહવિક્રિયનો વ્યવસાય કરતી હતી. મહિલા આરોપી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને શું રેકેટ હતું તેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.

નરોડામાંથી સ્પાની આડમાં ચાલતું રેકેડ પકડાયું હતું
નોંધનીય છે કે બે મહિના પહેલા જ શહેરમાંથી દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો હતો. નરોડા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જીવનમાં મજબૂર થયેલી યુવતીઓને સ્પાની આડમાં લાવીને તેમની પાસે દેહ વિક્રયનો ધંધો કરાવવામાં આવતો હતો. આ માટે ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી. પોલીસે સ્પાના સંચાલક સહિત એક મહિલાની ધરપકડ કરી છે.