નિર્ણય:RBIની મંજૂરી વિના વિદેશી નાગરિક ભારતમાં પ્રોપર્ટી ખરીદી શકશે નહીં, તાજેતરમાં ફેમા ટ્રિબ્યુનલે આપેલા ચુકાદાની અસર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RBIની મંજૂરી વિના વેચાણ કે ખરીદી કરશે તો ગેરકાયદે ગણાશે

ભારતીય મૂળના પરંતુ વિદેશમાં સ્થાય થયેલા તેમજ ભારત તેમજ અન્ય દેશના બે પાસપોર્ટ ધરાવતા હોય તેવી વ્યક્તિને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં ફેમા ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના કારણે હવે આવી વ્યક્તિને ભારતમાં કોઇ પ્રોપર્ટી ખરીદવી કે વેચવી હશે તો તેમને આરબીઆઇની પૂર્વ મંજૂરી લેવી પડશે. જો આરબીઆઇની મંજૂરી વગર પ્રોપર્ટીનું વેચાણ કે ખરીદી કરવામાં આવશે તો તે ગેરકાયદેસર ગણાશે.

તાજેતરમાં ફેમા ટ્રિબ્યુનલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, આરબીઆઇની પરવાનગી વગર કોઇ પણ પ્રકારની ઓસીઆઇની માલિકીની ફેરબદલ અથવા વેચાણ થઇ શકશે નહીં. જો કોઇ આવી પ્રોપર્ટીનું ટ્રાન્ઝેેકશન આરબીઆઇના ધ્યાન બહાર કરાયું હશે તો તે વ્યવહાર રદ ગણાશે. ઓસીઆઇ કાર્ડ ધરાવતા લોકોને પાસપોર્ટ રિન્યુ કરવાની મુદત 30 જૂન 2021 હતી, પરંતુ આવા વ્યવહારોને લઇને ગત ફેબ્રુઆરી માસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, વિદેશીએ આરબીઆઇની પરવાનગી વગર પ્રોપર્ટી કે ગીફટ આપવામાં આવે તો તે કાયદેસર નથી.

વધારામાં આ ચુકાદો આપતા બેંચે જણાવ્યું હતું કે, આ ચુકાદા પહેલા એટલે કે અત્યાર સુધી જે કોઇ ટ્રાન્જેકશન થયા હશે તો તેના ઉપર આ ચુકાદાની અસર થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...