તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:ગિફ્ટ સિટીમાં ફોરેન કરન્સી એક્સચેન્જ સેન્ટર શરૂ કરાયું 

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગિફ્ટ સિટીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગિફ્ટ સિટીની ફાઇલ તસવીર.
  • એશિયાનું પ્રથમ નેશનલ સ્ટોક ફોરેન એક્સચેન્જ
  • 30થી 40 મોટી કંપનીઓ આવવાનો અંદાજ

ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે ફોરેન કરન્સી એક્સચેન્જ વીડિયો કોન્ફરન્સથી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ એક્સચેન્જમાં ભારતીય નાણાં સહિત યુએસએ પાઉન્ડ, કેનેડિયન ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલરમાં ટ્રેડિટ, ડેરિવેટિવ્સ, ફ્યૂચર અને ઓપ્શનનું કામકાજ થઇ શકશે. નાણામંત્રી નિર્મલા સીતારામને ખુલ્લા મૂકેલા એક્સચેન્જ સેન્ટર એશિયામાં પ્રથમ છે જેમાં ઇન્ડિયન કરન્સી સહિત, યુએસએ પાઉન્ડ, કેનેડિયન ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલરમાં ટ્રેડિટ, ડેરિવેટિવ્સ, ફ્યૂચર અને ઓપ્શનનું કામકાજ થઇ શકશે. અત્યાર સુધી આવા વ્યવહારો માટે ભારતીઓએ સિંગાપોર અથવા તો અમેરિકાના એક્સચેન્જની મદદ લેવી પડતી હતી. આમ ગિફટ સિટીમાં આ એક્સચેન્જ શરૂ થતા 30થી 40 મોટી કંપનીઓ ગાંધીનગરમાં આવશે અને તેના કારણે 8થી 10 હજાર લોકોને નવી રોજગારી મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો