ચોમાસું જામ્યું:અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ, રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાં ચોમાસું જામ્યું. - Divya Bhaskar
રાજ્યભરમાં ચોમાસું જામ્યું.
  • રાજ્યમાં શુક્રવારે 14 કલાકમાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો
  • અમદાવાદ શહેરમાં કુલ સીઝનનો અત્યાર સુધીમાં 8.42 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે

રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. શનિવારે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ બપોરે ફરીવાર વરસાદ પડ્યો હતો. સવારે ઘોડાસર, ઈસનપુર, સી.ટી.એમ સહિતના વિસ્તારમાં વરસાદ બાદ, બપોરે એસ.જી. હાઈવે, વેજલપુર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં 100થી વધુ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એવામાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે 2 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બે દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસાએ સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરી લીધું છે અને હવે ચોમાસું કચ્છ સુધી પહોચ્યું છે. રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આ દરમિયાન પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.

અમદાવાદમાં સીઝનનો કુલ 8.42 ઈંચ વરસાદ નોંધાયો
અમદાવાદ શહેરમાં 19 તારીખે સાંજે 6 વાગ્યા સુધીમાં મોસમનો કુલ સરેરાશ 8.42 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં શુક્રવારે સાંજે 4 વાગ્યાથી શનિવારે સાંજે 6 વાગ્યા સુધી પૂર્વ ઝોનમાં 3.09 મી.મી, પશ્ચિમ ઝોનમાં 1.26 મી.મી, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2.83 મી.મી, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7.67 મી.મી, મધ્ય ઝોનમાં 1.50 મી.મી, ઉત્તર ઝોનમાં 1.17 મી.મી, દક્ષિણ ઝોનમાં 9.25 મી.મી વરસાદ નોંધાયો. આમ છેલ્લા 26 કલાકમાં સરેરાશ 3.82 મી.મી વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો છે. જેના પરિણામે વાસણા બેરેજમાં પાણીનું લેવલ 134.25 ફૂટની સપાટીએ પહોંચ્યું છે, જ્યારે કેનાલમાંથી 109 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

શનિવારે સવારે 6થી 8 દરમિયાન ક્યાં વધુ વરસાદ નોંધાયો?

જિલ્લોતાલુકોવરસાદ (મિમીમાં)
સાબરકાંઠાઈડર14
બનાસકાંઠાદિયોદર9
સાબરકાંઠાવડાલી8
અરવલ્લીભિલોડા7
નવસારીગણદેવી5
ડાંગવઘઈ4
નવસારીજોડિયા3
વલસાડવલસાડ2
વલસાડપારડી2
બનાસકાંઠાભાભર2

રાજ્યમાં સતત બીજા વર્ષે સારા ચોમાસાનો અંદાજ
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 એમએમ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 3.91 ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતાં ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 3.40 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 3.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 3.01 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થયું
ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થયું