આજથી ફરી હીટવેવ:અઠવાડિયા સુધી 44થી 45 ડિગ્રીની આગાહી; બંગાળની ખાડીમાં લૉ પ્રેશરથી ગરમ- સૂકા પવન ફૂંકાશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

છેલ્લાં ચારથી પાંચ દિવસ અમદાવાદમાં હીટવેવનું જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી. પરંતુ, આગામી ચાર દિવસો એટલે કે 8થી 14 મે દરમિયાન ઉત્તર- પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે, જેની અસરોથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45એ પહોંચી શકે છે.

અમદાવાદમાં ગત 27 એપ્રિલથી 2 મે દરમિયાન હિટવેવથી ગરમીનો પારો 43થી 44 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયો હતો. 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

પવનની પેટર્ન બદલાતા ફરી ગરમી
રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબુત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે, રણ-સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થશે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હિટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.

અન્ય સમાચારો પણ છે...