તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન વિભાગની આગાહી:સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ માટે હીટ વેવની આગાહી, વૃદ્ધો-બીમાર લોકોને તડકામાં બહાર ન નીકળવા સૂચના

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનું હવામાન કેન્દ્ર - Divya Bhaskar
અમદાવાદનું હવામાન કેન્દ્ર
  • શુક્રવારે ભૂજમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
  • અમદાવાદમાં આ મહિને તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે છે. સાથે આજથી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે.

ભૂજમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર
અમદાવાદ સહિત 8 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થયો છે. જ્યારે ભૂજમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 39.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

વૃદ્ધો અને બીમાર લોકોએ તડકામાં બહાર ન નીકળવું
આવતીકાલે રવિવારે પણ કચ્છ જિલ્લામાં હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ વૃદ્ધો, નાના બાળકો તથા પહેલાથી બીમારી ધરાવતા હોય તેવા લોકોના તડકામાં બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. સાથે જ અન્ય લોકોએ પણ તડકામાં ઘરેથી બહાર નીકળતા સમયે માથું ઢાંકવું તથા ખુલ્લા કોટનના કપડાં પહેરવા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ડિહાઈડ્રેશનથી બચવા લીંબું પાણીનું સેવન કરો
અમદાવાદની વાત કરીએ તો શહેરમાં રવિવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એવામાં બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને જોતા પાણીનું તથા લીંબું પાણી કે પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળોનું સેવન લોકોએ કરતા રહેવું જોઈએ. જેથી શરીરમાં ડિહાઈડ્રેશન થતું રોકી શકાય.

એપ્રિલમાં અમદાવાદમાં 43 ડિગ્રીએ પહોંચી શકે તાપમાન
આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 40થી 41 ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરેલી છે. અમદાવાદમાં છેલ્લા 7 વર્ષથી એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યું છે. એવામાં એપ્રિલના બીજા અઠવાડિયામાં શહેરમાં કાળજાળ ગરમી પડી શકે તેવી આશંકા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટ વેવની આગાહી
રાજ્યમાં અન્ય શહેરોમાં સુરેન્દ્રનગરમાં શુક્રવારે 41.5 ડિગ્રી, રાજકોટ-કંડલામાં 41.2 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી, કેશોદમાં 40.1 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, સુરતમાં 32.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી બે દિવસ દરમિયાન કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં હીટ વેવની સ્થિતિ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો