તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચા:વેક્સિન માટે લોકો ફિયરથી નહીં ફેથથી આવે એ જરૂરી

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિન પર સોસાયટીના રોલ વિશે ચર્ચા

યુનિસેફના સેન્ટર ફોર એક્સિલન્સ અને માસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કોરોના વેક્સિનમાં સિવિલ સોસાયટીના રોલ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રોલ ઓફ સિવિલ સોસાયટી ઇન ગુજરાત વિષય પર યોજાયેલા આ સેમિનારમાં યુનિસેફના ગુજરાત ફીલ્ડ ઓફિસર વિજય શંકર કંથાન, ડૉ. મૌલિક શાહ, જામનગરના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના હેડ, ડૉ. શ્રવન કુમાર ચેન્જી, યનિસેફ ગુજરાત ફીલ્ડ ઓફિસર, અને ડૉ. સોનલ પંડ્યા ગુજરાત યુનિવર્સિટી માસ કોમ્યુનિકેશનના હેડ જોડાયાં હતાં. તેમાં 20 જેટલી એન.જી.ઓ પણ જોડાઇ હતી. હાલમાં લોકોમાં કોરોના વેક્સિન બાબતે જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તેમજ મેડિકલ નિષ્ણાતોએ કોરોના વેક્સિન લેવા બાબતે સલાહ આપી હતી.

કોરોના વેક્સિન માટે એક મેડિકલ હેલ્પલાઇન જરૂરી
કોરોના વેક્સિન કમ્યુનિકેશન સ્ટ્રેટેજી બનાવવા અંગે પણ એક્સપર્ટ રિવ્યૂ લેવાયા હતાં. ગુજરાત યુનિવર્સિટીના માસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સોનલ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાબતે એક મેડિકલ હેલ્પલાઇન હોવી જોઇએ. જેથી લોકો સીધા નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી શકે. વેક્સિન કમ્યુનિકેશનમાં લોકો ફિયર નહીં પણ ફેથથી આવવા જોઇએ. આ માટે દરેક સમુદાયના ઓપિનિયન લીડર્સનો એપ્રોચ કરવો જોઇએ. સરકારની જાહેર ખબરોની સાથે સ્થાનિક શિક્ષકો, આશાવર્કર બહેનો, ધાર્મિક લીડરને જોડવાં જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો