નેતાઓની પાઠશાળા:આજથી ત્રણ દિવસ સુધી અમદાવાદીઓએ શહેર ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોને મળવું હોય તો અંબાજી જવું પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ( ફાઈલ ફોટો)
  • શહેર ભાજપના તમામ નેતાઓ અને કોર્પોરેટરો અંબાજી પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેવા પહોંચ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો, કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન તેમજ કોર્પોરેટરોને જો તમારે મળવું હોય તો આજથી ત્રણ દિવસ માટે તેઓ અમદાવાદમાં મળશે નહિ. આજથી અંબાજી ખાતે ભાજપનો પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે. જેમાં શહેર ભાજપના તમામ નેતાઓ, કોર્પોરેટરો સહિતના તમામ કાર્યકર્તાઓ ભાગ લેવા અંબાજી પહોંચી ગયા છે.

કોર્પોરેટરોને પ્રબુદ્ધ વક્તાઓ માર્ગદર્શન આપશે
શુક્રવાર, શનિવાર અને રવિવારે એમ ત્રણ દિવસ હવે કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન, પક્ષના નેતા, દંડક, કમિટીઓ ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેન કોર્પોરેશન ખાતે મળશે નહિ. આ પ્રશિક્ષણ વર્ગમાં કર્ણાવતી મહાનગરના શહેર ભાજપના તમામ નેતાઓ, કોર્પોરેટરો સહિત 400 જેટલા કાર્યકર્તાઓ ભાગ લેશે. આ પ્રશિક્ષણ વર્ગમાં 15 કરતા વધુ સત્રોમાં જુદા જુદા વિષયો પર પ્રબુદ્ધ વક્તાઓ માર્ગદર્શન આપશે.

રવિવારે બપોરે સમાપન સત્ર યોજાશે
આજે પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને કર્ણાવતી મહાનગરના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને કર્ણાવતીના પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ, શહેર અધ્યક્ષ અમિતભાઈ પી.શાહ, કેબિનેટમંત્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. તારીખ 24 ઓક્ટોબર રવિવારે બપોરે સમાપન સત્ર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...