વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર:ગુજરાતમાં બે મહિનામાં ત્રીજી વખત માવઠાથી ખેડૂતો પરેશાન, 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થતાં કાતિલ ઠંડી શરૂ થશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે

છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં ત્રીજી વખત માવઠાના મારથી ખેડૂતો પરેશાન થઈ ગયાં છે. ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યના 60 તાલુકાઓમાં માવઠું થયું હતું. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમા આગામી 24 કલાકમાં માવઠું થઈ શકે છે. ત્યાર બાદ પવનની દિશા બદલાશે. તે ઉપરાંત 9મી જાન્યુઆરીથી વાતાવરણ સુકુ થશે અને ફરી કાતિલ ઠંડી શરૂ થશે. 9 જાન્યુઆરી બાદ તાપમાન 5 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે. જેને કારણે ઠંડીમાં વધારો થશે.

લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ યથાવત રહેશે. આજે ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકું બની જશે. જેના કારણે ખેડૂતોને માવઠાની ચિંતા નહીં રહે પરંતુ પારો ગગડશે.કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકુ બની જશે અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.

વરસાદના માહોલમાં લોકોએ સ્વેટરની સાથે રેઈનકોટ પણ કાઢ્યા
વરસાદના માહોલમાં લોકોએ સ્વેટરની સાથે રેઈનકોટ પણ કાઢ્યા

9થી 13 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો દોર રહેશે
રાજ્યમાં 9થી 13 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો દોર રહેશે. ત્યાર બાદ 16થી 18 જાન્યુઆરી સુધી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. માવઠાને પગલે ખેડૂતોને માથે વધુ મુશ્કેલીઓ આવશે. માવઠાથી મકાઈ, રજકો, જીરૂં. ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. ગુજરાતને છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત માવઠાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં આવેલા વાતાવરણના પલટાને કારણે ઠંડીમાં વધારો થયો છે. દિવસનું તાપમાન સામાન્યથી ઓછું નોંધાતા દિવસે પણ લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો છે.

ખેડૂતોને પાક પલળી જવાની ભિતી
ખેડૂતોને પાક પલળી જવાની ભિતી

માવઠાથી ખેતીને નુકસાનીનો સરવે હાથ ધરાશે
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, 6 જાન્યુઆરીએ કૃષિ વિભાગને આદેશ આપ્યો છે કે, ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું છે તેનો સર્વે કરવો. કૃષિ મંત્રીના કહ્યા પ્રમાણે હજુ રાજયમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી છે. એકાદ-બે દિવસમાં વરસાદ પડે તેમ હોવાથી અત્યારે તાત્કાલિક સર્વે હાથ ધરવો ફરજીયાત નથી, પણ આગાહીના દિવસો પુરા થઇ જાય પછી સર્વે હાથ ધરશે. રવિ પાકમાં જીરુ, કપાસ, ઘઉ, રાયડો, ચણા, એરંડા, તુવેર, મરચાને નુકશાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે.

આજે સવારે 6 વાગ્યાથી થયેલા વરસાદની વિગત

તાલુકોવરસાદ(મિ.મિ)
કલ્યાણપુર36
ભાણવડ27
પોરબંદર20
ખંભાળિયા14
રાણાવાવ14
લાલપુર9
નેત્રંગ8
થરાદ6
જામ જોધપુર6
મુંદ્રા5
કુતિયાણા4
કાલાવડ4
અન્ય સમાચારો પણ છે...