સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ જાહેર:ગુજરાત યુનિવર્સિટી સતત બીજા વર્ષે GSIRF રેન્કિંગમાં રાજ્યમાં પ્રથમ સ્થાને, રાજ્યની 35માંથી 5 યુનિવર્સિટી અને 190માંથી 5 કોલેજને ‘FIVE STAR’ રેટિંગ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - ફાઈલ ફોટો - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી - ફાઈલ ફોટો
  • ગુજરાત યુનિવર્સિટી NIRF રેન્કિંગમાં દેશની હજાર યુનિવર્સિટીમાં ગત વર્ષે 44માં ક્રમે રહી હતી.
  • ‘FIVE STAR’ યુનિવર્સિટીનું સ્ટેટસ મળ્યુ.
  • આ વર્ષે રેટિંગમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓની સંખ્યામાં 21 ટકાનો વધારો

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેટ રેન્કિંગ આપવાનો પ્રારંભ કરાયો છે. જેમાં યુનિવર્સિટી સતત બીજા વર્ષે G.S.I.R.F. રેન્કિંગમાં રાજ્યમાં પ્રથમ સ્થાને રહી છે. ગુજરાત યુનિવર્સિટીને “Five star" યુનિવર્સિટીનો દરજજો સતત બીજા વર્ષે પ્રાપ્ત થયો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ હિમાંશુ પંડયા તથા ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારે ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક અને વિકાસલક્ષી કાર્યપદ્ધતિને રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવવામાં સહયોગી થનાર સત્તામંડળના સદસ્યો તથા યુનિવર્સિટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે.

5માંથી 4.6 ગુણાંક મેળવીને પ્રથમ ક્રમાંક મેળવ્યો
ગુજરાત યુનિવર્સિટીને KCG અને I-CARE દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટી 5માંથી 4.6 ગુણાંક મેળવીને પ્રથમ આવી છે. યુનિવર્સિટી NIRF રેન્કિંગમાં દેશની હજાર યુનિવર્સિટીમાં ગત વર્ષે 44માં ક્રમે રહી હતી. રાજ્ય સરકારના શિક્ષણની ગુણવત્તા સુધારણા અને આંતર માળખાકીય સુવિધા સુધારણા માટેના પ્રયાસોનું પરિણામ આ રેન્કિંગ દ્વારા પ્રાપ્ત થાય છે.

G.S.I.R.F. રેન્કિંગ કેવી રીતે અપાય છે?
ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટશનલ રેટીંગ ફ્રેમવર્ક (GSIRF)માં ટીચીંગ, લર્નિંગ એન્ડ રિસોર્સીસમાં, રિસર્ચ એન્ડ પ્રોફેશ્નલ પ્રેક્ટિસમાં, ગ્રેજ્યુએશન આઉટકમમાં અને આઉટરીચ એન્ડ ઇન્ક્લુસીવિટી જેવા માપદંડોને આધારે રેન્કિંગ અપાય છે. આ સાથે રિસર્ચ, ટીચીંગ ક્વોલીટીપ્લેસમેન્ટ, રીઝલ્ટસ, સ્ટુડન્ટ સ્ટ્રેન્થ વગેરે જેવા આધારને પણ ધ્યાને લેવામાં આવે છે.

યુનિવર્સિટીમાં 326 કોલેજોમાં 4 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે
ગુજરાત યુનિવર્સિટીમાં 326 કોલેજોમાં 4 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. યુનિવર્સિટી કેમ્પસમાં 62થી વધુ શૈક્ષણિક વિભાગ છે. યુનિવર્સિટીએ તાજેતરમાં પાર્ક ફોર ઔદ્યોગિક વિસ્તરણ અને સંશોધનની સ્થાપના કરી છે, જે કેમ્પસમાં સંશોધન પાર્ક ધરાવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી પાસે તેની અદ્યતન સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ જીયૂસેક ખાતે ત્રણ રાષ્ટ્રીય સ્તરે ભંડોળ મેળવનારા ઇન્ક્યુબેટર્સ, બે ફિનિશિંગ સ્કૂલ, કેમ્પસમાં બીએસએલ-2 સુવિધા અને ઓલિમ્પિક્સ-ધોરણવાળું 17થી વધુ રમતો માટેની સુવિધાઓ સાથે સરદાર પટેલના નામે આવનારી સ્પોર્ટસ સિટી છે.

ફાઇવ સ્ટાર રેટિંગ મેળવનારી ટોચની યુનિવર્સટી
1. ગુજરાત યુનિવર્સિટી
2. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિ.
3. નિરમા યુનિવર્સિટી
4. સેપ્ટ યુનિવર્સિટી
5. જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી

આ રીતે રેટિંગ અપાય છે
ટીચિંગ એન્ડ લર્નિંગ, સ્ટુડન્ટ સ્ટ્રેન્થ, પ્લેસમેન્ટ, રિસર્સ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસીસ, ગ્રેજ્યુએશન આઉટ કમ્સ, આઉટરિચ એન્ડ ઇન્ક્લુસિવિટી

ફાઇવ સ્ટાર રેટિંગ મેળવનારી કોલેજો
1. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર એડવાન્સ સ્ટડીઝ,રિસર્ચ
2. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
3. ચંદનબેન મોહનભાઈ પટેલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન
4. શ્રી મણિભાઈ વીરાણી એન્ડ શ્રીમતી નવલબેન વીરાણી સાયન્સ કોલેજ
5. સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરત