તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • For The Result Of Standard 12, The Periodical Test Of Standard 11 Will Be Taken Into Consideration, The Result Of Standard 10 Will Be Prepared Based On The Periodical Test Of Standard 9.

પરિણામ કેવી રીતે બનશે?:ધોરણ 12ના પરિણામ માટે ધોરણ 11ની સામાયિક કસોટીને ધ્યાને લેવાશે, ધોરણ 10નું રિઝલ્ટ ધોરણ 9ની સામાયિક કસોટીને આધારે તૈયાર થશે

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 10 જૂન સુધીમાં પરિણામના વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ જશે

ધો.10 અને 12નું પરિણામ તૈયાર કરવા માટે અાગળના ધોરણના પરિણામની સાથે એકમ કસોટી અને સમાયિક કસોટીના ગુણોને ધ્યાને લેવાશે. બોર્ડે તમામ ડીઇઓને સૂચના આપી છે કે, વિદ્યાર્થીએ આપેલી ધો.9ની સામયિક કસોટી, એકમ કસોટીના પ્રશ્ન પેપર અને જવાબ પેપર, ધો.12ના પરિણામ માટે ધો.11ના પરિણામની સાથે ધો.12ની એકમ કસોટી અને સામયિક કસોટી અંગે તપાસ કરવી. પરિણામ તૈયાર કરવા માટે લેવાયેલા તમામ આધારોની એક નકલ ડીઇઓએ કચેરીમાં રહેશે.

ધો.10 અને 12નું પરિણામ તૈયાર કરવામાં સ્કૂલો કોઇ ગેરરીતી ન કરે અને વિદ્યાર્થીઓને નિષ્પક્ષ રીતે પરિણામ મળે તે માટે તમામ ડીઇઓને ચોક્સાઇ રાખવાનો બોર્ડે નિર્દેશ કર્યો છે. ડીઇઓ કચેરી દ્વારા 10 જૂન સુધીમાં વિદ્યાર્થીઓના પરિણામ માટે તમામ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા બોર્ડે જણાવ્યું છે.

ડીઇઓ આ મુદ્દાની ચકાસણી કરશે

 • ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેનું ભરેલું ફોર્મ.
 • વિદ્યાર્થીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને રજિસ્ટર નોંધ.
 • સ્કૂલે બોર્ડમાં જમા કરાવેલા વિદ્યાર્થીના ધો.9ના પરિણામની નકલ.
 • ધો.12ના પરિણામ માટે ધો.10,11ના પરિણામની સાથે ધો.12ની એકમ કસોટી અને સામયિક કસોટીના આધારોનું વેરિફિકેશન.
અન્ય સમાચારો પણ છે...