તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

144મી રથયાત્રા:પહેલીવાર ગૃહમંત્રી, DGP, CP રથયાત્રાની સાથે જ રહ્યા; જગન્નાથ મંદિરથી જ કાફલામાં જોડાયા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા પરત ફરી ત્યાં સુધી નિરીક્ષણ કર્યું

કરફયુ વચ્ચે નીકળેલી 144મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જોડાયા હતા. આ ત્રણેય જણાં મંદિરેથી રથયાત્રા નીકળી ત્યારથી જ તેમની ગાડીઓના કાફલા સાથે રથયાત્રામાં જોડાયા હતા અને રથયાત્રા નીજ મંદિરે પહોંચી ત્યાં સુધી રથયાત્રાની સાથે જ રહ્યા હતા. જો કે આ ત્રણેય જણાં રથયાત્રામાં જોડાયા હોવાની આ પહેલી જ ઘટના હતી.

દર વર્ષે રથયાત્રાના દિવસે ગૃહ મંત્રી મંગળા આરતીમાં હાજરી આપે છે અને પહિંદની વિધી પૂરી થતા તેઓ ત્યાંથી રવાના થાય છે. પરંતુ ચાલુ વર્ષે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સવારે મંદિરેથી રથયાત્રા નીકળી તેની સાથે જ ગાડીમાં નીકળ્યા હતા. જ્યારે તેમની સાથે ડીપીપી આશિષ ભાટીયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ આખી રથયાત્રામાં જોડાયા હતા. અગાઉ તેઓ તંબુ ચોકી ખાતે હાજર રહેતા હતા.

પોલીસ કમિશનરે લોકોનો આભાર માન્યો
કર્ફ્યૂ વચ્ચે નીકળેલી 144 મી રથયાત્રા એ શાંતિ પૂર્ણ રીતે અને નિર્ધારીત સમય કરતાં પણ વહેલી નીજ મંદિરે પહોંચીને વધુ એક ઈતિહાસ રચી દીધો હતો. આ માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તે શહેરીજનો, રાજ્ય સરકાર, મંદિર ટ્રસ્ટી મંડળ, પોલીસ તંત્ર અને મિડિયાનો દીલથી આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પાંચેય સ્તંભના મજબૂત સાથ સહકાર વગર આજની રથયાત્રા શકય ન હતી.

અન્ય સમાચારો પણ છે...