તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:3 રથ અને 60 માણસો માટે 23 હજાર પોલીસનો બંદોબસ્ત ગોધરાકાંડ બાદ પ્રથમવાર 8 પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ લદાશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાના રૂટ પાસેના બ્રિજ બંધ રહેશે, સવારે 7થી 2 કર્ફ્યૂ રહેશે જેમ જેમ રથયાત્રા પસાર થતી જશે, તેમ તેમ તે વિસ્તારના રસ્તા લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે
  • ઘરમાં બેસીને ટીવી પર રથયાત્રા જોવી, જોવા માટે બહાર નીકળશો તો ધરપકડ કરીશું: પો.કમિશનર

શહેરમાં ગોધરાકાંડ બાદ પ્રથમવાર રથયાત્રાના સમગ્ર રૂટ પર આવતા 8 પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ લાદવામાં આવશે. જ્યારે ભગવાનના ત્રણ રથ અને 60 માણસો માટે કુલ 23 હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના રૂટ પર 20 હજાર જેટલા પોલીસ-સુરક્ષા કર્મચારીઓ તહેનાત રહેશે જ્યારે રથયાત્રાના મુવિંગ બંદોબસ્તમાં 2500 પોલીસ કર્મચારી-અધિકારીઓ તહેનાત રહેશે. જેથી રથયાત્રાના રૂટ પરની તમામ ગલી અને પોળના નાકે પણ પોલીસ કર્મચારીઓ બેરીકેટિંગ ગોઠવીને ઉભા રહેશે. જ્યારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરીજનોને અપીલ કરી છે કે ઘરમાં બેસીને ટીવી પર જ રથયાત્રાના દર્શન કરે. જો રૂટ પર કોઇ પણ વ્યકિત બહાર નીકળશે તો પોલીસ ધરપકડ કરશે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કોરોનાના કારણે સરકારે નિયંત્રણો સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી છે. જેથી રથયાત્રાના આખા રૂટ પર સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે. જો કે રથયાત્રા જેમ જેમ પસાર થતી જશે તેમ તેમ તે વિસ્તારના રસ્તા લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે. જ્યારે રથયાત્રાના આખા રૂટ પર તેમજ રસ્તામાં આવતી પોળ અને ગલીઓમાં થ્રી લેયર બેરીકેટિંગ કરવામાં આવશે.

જ્યારે રથયાત્રામાં કુલ 23 હજાર પોલીસ - સુરક્ષા કર્મચારીઓ તહેનાત રહેશે. જેમાંથી 2500 પોલીસ કર્મચારીઓ તેમજ ક્રાઈમ બ્રાંચ રથયાત્રાના મુવિંગ બંદોબસ્તમાં રહેશે. જ્યારે બાકીના 20 હજાર પોલીસ કર્મચારીઓ રથયાત્રાના રૂટ ઉપર તહેનાત રહેશે. સવારે મંગળા આરતીમાં તેમજ સરસપુર મંદિર ખાતે મહંત તેમજ નક્કી કરેલા માણસો સિવાય કોઇપણ દર્શનાર્થી હાજર રહી શકશે નહીં. દરેક રથ ખેંચવા 20 ખલાસી ભાઈઓ રહેશે. તેમજ રથની આગળ 1 વાહન અને રથની પાછળ મહંતનું એક વાહન રહેશે. જ્યારે રથયાત્રાના રૂટ સિવાયના વિસ્તારના રસ્તાઓ પણ તે દિવસ માટે ડાયવર્ટ કરવામાં આવશે.

વધુમાં પોલીસ કમિશનરે શહેરજનોને અપીલ કરી છે કે સરકારે રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપી છે તો ઘરમાં રહીને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરીને રથયાત્રાના દર્શન કરો. જો કોઇ પણ વ્યકિત રથયાત્રાના રૂટ ઉપર બહાર નીકળશે તો તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે કોરોના સંક્રમણની શક્યતાને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાના પર્વમાં નાગરિકોને સામેલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ

ગાયકવાડ હવેલીડીસીપી અને ઉપરના અધિકારી42
શહેરકોટડાએસીપી74
કારંજપીઆઈ230
કાલુપુરપીએસઆઈ 607
માધુપુરાSRPની કંપની34
દરિયાપુરCRPFની કંપની9
ખાડિયાહોમગાર્ડ જવાન5900
શાહપુરબોંબ સ્ક્વોડની ટીમ13

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...