નવી ટેકનોલોજી:રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં 92 વર્ષિય વૃદ્ધનું છાતી કે હૃદય ખોલ્યા વિના પગની નસમાંથી હૃદય સુધી પહોંચીને વાલ્વ લીકેજ બંધ કરાયું

અમદાવાદ21 દિવસ પહેલા
  • આ સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય પણ તેમાં મૃત્યુનું જોખમ ઓછું હોય છે
  • અમેરિકન ડોક્ટરોએ એપોલો CVHFમાં વાલ્વ લીકેજ બંધ કરવાની સારવાર કરી

ગુજરાતમાં પ્રથમ પ્રકારની અદ્યતન ટેકનોલોજી પ્રક્રિયામાં 92 વર્ષીય વૃદ્ધના મીટ્રલ વાલ્વ લીકેજને એપોલો CVHF હોસ્પિટલમાં નોન ઇનવેસિવ પર્ક્યુટેનીયસ મીટ્રલ વાલ રિપેર ટેકનિકનો ઉપયોગ કરીને બંધ કરવામાં આવ્યું હતું. આ લીકેજને મિટ્રાકલીપનો ઉપયોગ કરીને છાતીને ખોલ્યા વિના કે હદયને ખોલ્યા વિના ક્લિપ્ડ કરવામાં આવ્યું. જેને સ્ટિચમાં પગની નસ દ્વારા જ હદય સુધી પહોંચવામાં આવ્યું હતું.

અમેરિકાથી આવેલા ડોક્ટરોએ સારવાર હાથ ધરી હતી
આ પ્રકિયા અમેરિકાથી વિઝીટીંગ કાર્ડીયોલોજી નિષ્ણાતોએ શહેરની એપોલો CVHF હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કરી હતી. જેમાં 92 વર્ષીય દર્દી ઘણા સમયથી વાલ્વ લિકજેને કારણે હ્રદયની સમસ્યાઓથી પીડાતા હતા.કેટલીક સારવાર પછી પણ તેમની તબિયતમાં સુધરો થયો નહતો. જેથી એપોલો હોસ્પિટલમાં તેમને રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડો.સમિર દાણીના નેતૃત્વમાં એક ટીમે સંપૂર્ણ તપાસ કરી હતી અને દર્દીની વયને ધ્યાનમાં રાખીને કોઈ પણ સર્જરી બહારથી જ કરવામાં આવી હોત તો ગંભીર બની હોત.

એપોલો CVHF કાર્ડિયોલોજી સર્વિસીસના ડાયરેક્ટર ડો. સમીર દાણી
એપોલો CVHF કાર્ડિયોલોજી સર્વિસીસના ડાયરેક્ટર ડો. સમીર દાણી

આ પદ્ધતિ ઘણા કાર્ડિયાક દર્દીઓ માટે ગેમ ચેંજર બનશે
ડૉ સમીર દાણી એ જણાવ્યું હતું કે PMVR મીટ્રલ વાલ્વ રિગર્ગિટેશન અને એના પરિણામ હદયની જટિલતા સામે ઝઝૂમતા ઘણા કાર્ડિયાક દર્દીઓ માટે ગેમ ચેંજર બનશે તેવી શક્યતા છે. આ મિનિમલ ઈન્વેસિવ પ્રકિયા છે. જેમાં વાલ્વનું લિકેજ રિપેર કરવા છાતી કે હૃદય ખોલવુ પડતું નથી. નવી ટેકનિકનો ઉપયોગ કરીને હૃદય સુધી સુધી પહોંચવામાં આવે છે. કર્ણક વચ્ચે સેપ્તમ દ્વારા હદયની જમણી બાજુએથી નાનું પંકચર કરીને હૃદયની ડાબી બાજુએ પહોંચવામાં આવે છે.એક વાર કામગીરી થયા પછી એક પ્રકારની સ્ટેપ્લ સ્ટિચ દ્વારા રિપેર કરવામાં આવે છે.

સારવાર ખર્ચાળ પણ મૃત્યુ થવાનું જોખમ ખૂબ ઓછું
92 વર્ષીય દર્દીને કેન્સર પણ હતું અને સાથે બ્લડ પ્રેશરની પણ બીમારી હતી.વાલ્વ લીકેજ હોવાથી આમ તો છાતી અને હદય ખોલવું પડે છે. પરંતુ આ દર્દીમાં તેમ કરવું શક્ય નહોતું જેથી પગની નસથી જ હૃદય સુધી પહોંચવું પડ્યું હતું. દોઢ કલાક સુધી આ પ્રકિયા ચાલી હતી અને 2 દિવસમાં દર્દી પોતાના પગ પર ઊભો થઈ ગયો છે. આ સારવારમાં લાખો રૂપિયાની ખર્ચ પણ થાય છે અને તેમાં મૃત્યુ થવાનું જોખમ ખૂબ ઓછું હોય છે.