તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કાળો કેર:રાજ્યમાં પહેલીવાર વિધાનસભાને યુવી લાઈટથી સેનિટાઇઝ કરી, માસ્ક ન પહેરે તો MLAને રૂ.500ને બદલે રૂ.1000નો દંડ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ફાઈલ તસવીર.
  • વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું
  • યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વધુને વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. 23 માર્ચે 5 ધારાસભ્ય સંક્રમિત થતા આજે વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો છે. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય તેની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 500ના દંડની રકમ વધારીને કરાઈ રૂ.1000 કરવામાં આવી છે.

ધારાસભ્યો ભોજનાલયમાં એકસાથે બેસીને નાસ્તો નહીં કરી શકે
તેમજ આજથી(24 માર્ચ) જ અધ્યક્ષના આદેશનો અમલ શરૂ કરવામાં આવતા વિધાનસભાના લિફ્ટમેનને ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્યો હવે કેન્ટીનમાં
એકસાથે બેસીને નાસ્તો કરી શકશે નહીં. ધારાસભ્યોની કેન્ટીનમાં હવે સૂકો અને ગરમ નાસ્તો મળશે. માત્ર એટલું જ નહીં, વિધાનસભા પરિસરમાં માસ્ક યોગ્ય રીતે પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો

1. ઇશ્વરસિહ પટેલ, (મંત્રી)

2. બાબુભાઈ પટેલ

3. શૈલેશ મહેતા

4. મોહનસિંહ ઢોડિયા

5. પુંજાભાઈ વંશ

6. નૌશાદ સોલંકી

7. ભીખાભાઈ બારૈયા

8. વિજય પટેલ

9. ભરતજી ઠાકોર

મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ
મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે, જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
કોરોનાવાયરસની ઝપેટમાં અત્યારસુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

કોરોનાગ્રસ્ત થનારા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો

નામહોદ્દો
વિજય રૂપાણીમુખ્યમંત્રી
ઈશ્વર પટેલરાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલધારાસભ્ય
શૈલેશ મહેતાધારાસભ્ય
વિજય પટેલધારાસભ્ય
ભીખા બારૈયાધારાસભ્ય
પુંજા વંશધારાસભ્ય
ભરતજી ઠાકોરધારાસભ્ય
નૌશાદ સોલંકીધારાસભ્ય
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદસભ્ય
રમેશ ધડુકસંસદસભ્ય
હસમુખ પટેલસંસદસભ્ય
અભય ભારદ્વાજસંસદસભ્ય
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો